દિલ્હી: સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)એ આ વર્ષે નવેમ્બર મહિનામાં UCO બેન્કમાં 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS લેવડદેવડ મામલે FIR દાખલ કરી છે અને અનેક શહેરોમાં 13 સ્થળોએ દરોડા પાડયા છે.
તેમણે જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન સોમવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું અને તેમાં કોલકાતા અને મેંગ્લોર પણ સામેલ હતા. યુકો બેંકની ફરિયાદ પર બેંકમાં કામ કરતા બે આસિસ્ટન્ટ એન્જિનિયરો અને અન્ય અજાણ્યા લોકો સામે FIR નોંધાયા બાદ CBI એ કાર્યવાહી કરી છે. એજન્સીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એજન્સીએ આશરે રૂ. 820 કરોડના શંકાસ્પદ IMPS વ્યવહારોનો આક્ષેપ કર્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન CBIને મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર સિસ્ટમ, ઈમેલ આર્કાઈવ્સ અને ડેબિટ/ક્રેડિટ કાર્ડ સહિત ઈલેક્ટ્રોનિક પુરાવાઓ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ‘એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે 10 નવેમ્બર, 2023 અને નવેમ્બર 13, 2023 વચ્ચે, સાત ખાનગી બેંકોના 14,000 ખાતાધારકો પાસેથી IMPS ઇનવર્ડ વ્યવહારો IMPS ચેનલ દ્વારા UCO બેંકમાં 41,000 ખાતાધારકોને નિર્દેશિત કરવામાં આવ્યા હતા.’