CBI એ પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ પર કરી કાર્યાવાહી – નજીકના સહયોગીની ધરપકડ, પુત્રની મુશ્કેલીઓ વધી
- સીબીઆઈએ કાર્તિ ચિજમ્બરમના સહયોગીની ધરપકડ કરી
- સીબીઆઈ એ ગઈકાલે 10 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા
દિલ્હી – દેશના પૂર્વનાણામંત્રીના પુત્ર કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે,પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર અને લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમના નજીકના સહયોગી ભાસ્કર રમનની સીબીઆઈએ વિઝા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી છે. આ પહેલા સીબીઆઈએ ગઈકાલે કાર્તિના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
સીબીઆઈએ ગઈકાલે મોડી રાત્રે તેમની પૂછપરછ બાદ વિઝા ભ્રષ્ટાચાર કેસમાં કોંગ્રેસના નેતા કાર્તિ પી ચિદમ્બરમના નજીકના સાથી એસ ભાસ્કર રમનની ધરપકડ કરી હતી.સીબીઆઈએ કાર્તિ ચિદમ્બરમ સહિત પાંચ લોકો સામે ચીની કંપનીને મર્યાદા કરતાં વધુ વિઝા આપવા માટે લાંચ લેવા બદલ કેસ નોંધ્યો હતો. આ સંબંધમાં દરોડા અને સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.
વિતેલા દિવસને મંગળવારેસીબીઆઈ એ દસ સ્થળોએ દરોડા પાડીને તપાસ અભિયાન ચલાવ્યું હતું, CBIએ મંગળવારે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ સહિત પાંચ આરોપીઓના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. ચિદમ્બરમના નિવાસસ્થાને પણ સર્ચ કરવામાં આવ્યું હતું.
સીબીઆઈએ કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ લાંચ લઈને ચીનના નાગરિકોને ભારતીય વિઝા અપાવવા બદલ નવો કેસ નોંધ્યો છે. કેસ નોંધ્યા બાદ સીબીઆઈએ મંગળવારે સવારે કાર્તિના ચેન્નાઈ અને દિલ્હી નિવાસ સહિત દેશભરમાં 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBI અનુસાર, જ્યારે તેમના પિતા પી ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહ મંત્રી હતા ત્યારે કાર્તિએ 50 લાખ રૂપિયાની લાંચ લઈને 263 ચીની નાગરિકોને વિઝા આપ્યા હતા.ત્યારે હવે આ મામલે કાર્તિના સહયોગીની ધરકપડ કરાઈ ચૂકી છે એવી સ્થિતિમાં તેની મુશ્કેલીઓ વધી છે.