Site icon Revoi.in

NEET પેપર લીક કેસમાં CBIએ 13 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી

Social Share

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કથિત NEET-UG પરીક્ષા પેપર લીક કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 13 લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેન્દુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2, અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવનંદન કુમાર અને આયુષ રાજ પેપર લીક અને અન્ય ગેરરીતિઓમાં સામેલ હતા.

ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120-B (ગુનાહિત કાવતરું), 201 (પુરાવાનો નાશ કરવો), 409 (ગુનાહિત વિશ્વાસનો ભંગ), 380 (ચોરી), 411 (બેઈમાનીથી ચોરીની મિલકત મેળવવી), 420 (છેતરપિંડી) તેની સામે 109 (ઉશ્કેરણી)ની કલમો લગાવવામાં આવી છે.સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક ટેકનિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિક, સીસીટીવી ફૂટેજ, ટાવર લોકેશનનો ઉપયોગ કર્યો છે.

આ કેસમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 15ની બિહાર પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં 58 જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું છે. ઘણા આરોપીઓ હજુ પણ પોલીસ કે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જે મની હાલ તપાસ ચાલુ છે.NEET-UG નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવે છે. આમાં મેળવેલા રેન્કિંગના આધારે દેશની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે.