- દિલ્હી દારુ કૌભાંડ મામલે સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરી
- 7 લોકોના નામનો સમાવેશ, મનીષ સીસિયોદીનું નથી આ લીસ્ટમાં નામ
દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી દારુ કૌંભાડ મામલો ચર્ચતાઈ રહ્યો છે,અનેક તપાસ આ મામલે કરવામાં આવી હતી ત્યારે હવે છેવટે સીબીઆઈ દ્રારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં કુલ 7 લોકોનાનામ નો સમાવેશ થાય છે જો કે આ લીસ્ટમાં મનીષ સીસોદિયાનું નામ જોવા મળ્યું નથી.
દારુ કૌભાંડ કેસમાં દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ 7 આરોપીઓમાં વિજય નાયર, અભિષેક બોઈનાપલ્લી, સમીર મહેન્દ્રુ, મુત્તથા ગૌતમ, અરુણ આર પિલ્લઈ, કુલદીપ સિંહ અને નરેન્દ્ર સિંહનો સમાવેશ થયો છે. આ સિવાય સીબીઆઈએ બે ભૂતપૂર્વ એક્સાઈઝ અધિકારીઓ વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરી છે.આ મામલાની આગામી સુનાવણી 30 નવેમ્બરે થશે.
અત્યાર સુધી કરવામાં આવેલી તપાસના આધારે ED દ્વારા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ માટે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. ED હેડક્વાર્ટરમાં કામ કરતી ટીમે પાંચ આરોપીઓના નામ સામેલ કર્યા છે જેમની વિરુદ્ધ છેલ્લા બે મહિનાની તપાસ દરમિયાન પુરાવા મળ્યા છે. હાલમાં મનીષ સિસોદિયાનું નામ પ્રથમ ચાર્જશીટમાં નથી. આ મામલે સીબીઆઈએ 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ 27 સપ્ટેમ્બરે દિલ્હીના લિકર સ્કેમ અથવા એક્સાઈઝ પોલિસી સ્કેમ સંબંધિત તપાસ દરમિયાન ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ લાઉડરના પૂર્વ સીઈઓ બિઝનેસમેન વિજય નાયરની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સીબીઆઈએ દિલ્હી દારૂ કૌભાંડમાં કેસ નોંધ્યો હતો હવે આ મામલે 7 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. જેમાંથી 3 સરકારી અધિકારીઓ પણ છે.