Site icon Revoi.in

CBIએ દારુ કૌભાંડ મામાલે આપ સરકારના નેતા મનીષ સિસોદીયા સામે ફરી સમન્સ જારી કર્યા

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કેજરિવાલ સરકારના નેતાઓ વિવાદમાં જોવા મળએ છએ. ત્યારે હવે ફરી એક વખત સીબીઆઈ દ્રારા દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને સમન્સ જારી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ  ઓગસ્ટ દરમિયાન સીબીઆઈએ સિસોદિયા અને અન્ય 14 લોકો વિરુદ્ધ 1ગુનાહિત ષડયંત્રઅને IPCની કલમ 7 સહિતની વિવિધ કલમો હેઠળ સિસોદિયા અને અન્ય 14 વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.

આજરોજ શનિવારે મનીષ સિસોદિયાએ પોતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે   તેમને CBI દ્વારા રવિવારે તેના હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય રાજધાની માટે આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે.

આ સહીત સિસોદિયાએ ટ્વીટ કર્યું કે CBIએ મને કાલે ફરીથી બોલાવ્યો છે. તેઓએ મારી વિરુદ્ધ ઈડી અને CBIની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કર્યો છે. અધિકારીઓએ મારા ઘરે દરોડા પાડ્યા, મારા બેંક લોકરની તપાસ કરી લીધી પરંતુ મારા પાસેથી તેઓને કંઈજ મળ્યું નહતું. મેં દિલ્હીમાં બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે. તેઓ મને રોકવા માંગે છે. આમ કરીને સિસોદિયાએ તેના વિરુદ્ધ ટ્વિટ કરીને કહ્યું.