અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર સીબીઆઇના દરોડા
ગાંધીનગરઃ અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. ફરી એક વખત ગુજરાતમાં સીબીઆઇની 350 લોકોની ટીમે 35 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને આસપાસની જગ્યામાં ચાલતાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પડ્યા છે.
અમદાવાદ શહેર અને આસપાસની જગ્યાએ અંદાજે 35 જેટલાં કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા છે. ગઈકાલે મોડીરાતનીથી આ દરોડા ચાલી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાંક કોલ સેન્ટર પણ છે. આ કોલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર સીબીઆઇના 350થી વધુ લોકો ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આખી રાત રેડ ચાલુ રાખી હતી.
ગાંધીનગરના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે વિદેશી નાગરિકોને છેતરવાની આ વિગતો સીબીઆઇને જાણવા મળી હતી. જે આધારે દરોડા પડ્યાં છે.