- દિલ્હી ,પટના સહીતની 9 જગ્યાએ CBI ના દરોડ
- લેન્ડ ફઓર જોબ મામલે રેડ પાડવામાં આવી
દિલ્હીઃ- દેશભરમાં અનેક કૌંભા મામલે સુરક્ષા તપાસ એજન્સીઓ સતત સક્રિય બની છે,અનેક કેસ મામલે મોટા મોટા નિર્ણય આવી રહ્યા છે ત્યારે કેટલાક કેસોમાં જીણવટભરી તપાસ એજન્સીઓ દ્રારા કરવામાં આવી રહી છએ આજ શ્રેણીમાં લેન્ડ ફોર જોબ મામલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ દેશની 9 જેટલી જગ્યાઓ પર દરોડા પાડ્યા હોવાના એહવાલ મળી રહ્યા છે
પ્રાપ્ત વિગત પ્રમાણે આ દરોડા ‘લેન્ડ ફોર જોબ’ કેસ મામલે પાડવામાં આવ્યા છે. સીબીઆઈએ પટના, અરાહ, ભોજપુર, દિલ્હી અને ગુરુગ્રામમાં દરોડા પાડ્યા છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એ મંગળવારે બિહારના પટના અને અરાહમાં રાષ્ટ્રીય જનતા દળ ના નેતાઓ કિરણ દેવી અને અરુણ યાદવ સાથે જોડાયેલા નવ સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈ દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી નોકરી માટે જમીનના કેસમાં થઈ છે.ઉલ્લેખનીય છે કે આ મમાલો લાલૂપ્રસાદ યાદવ સાથે જોડાયેલો હોવાથી સીબીઆઈ આ મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના કેટલાક સભ્યોની પણ પૂછપરછ કરી રહી છે.
શું છે સમગ્ર મામલો જાણો અહીં વિગતવાર
આ કેસ છે વર્ષ 2004 થી 2009 દરમિયાન જ્યારે લાલબ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારનો, જાણકારી પ્રમાણે ત્યારે લાલુ પ્રસાદના પરિવારને કથિત રીતે ભેટમાં આપવામાં આવેલી અથવા વેચવામાં આવેલી જમીનના બદલામાં રેલવેમાં કરવામાં આવેલી નિમણૂકો સાથે સંબંધિત છે. આ અંગે સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે ભારતીય રેલ્વેના નિર્ધારિત ધોરણો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને રેલ્વેમાં નિમણૂંકો કરવામાં આવી હતી.હોળી પછી જ EDએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા ત્યાર બાદ આ કેસ સાથએ જોડાયેલા અનેક લોકોની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.
CBIએ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સહિત 14 લોકો સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે લાલુ પ્રસાદ યાદવના રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પટનાના 12 લોકોને રેલ્વેમાં ગ્રુપ ડીની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓનો આરોપ છે કે આ નિમણૂંકોના બદલામાં તેમના પરિવારને શહેરમાં અને અન્ય જગ્યાએ 7 પ્લોટ આપવામાં આવ્યા હતા.આજદિન સુધી આ મામલે તપાસ ચાલુ રહી છે.