Site icon Revoi.in

નેશનલ હાઈવે પ્રોજેક્ટમાં કથિત ગેરરીતી કેસમાં CBIના દરોડા

Social Share

નવી દિલ્હીઃ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેકટમાં કથિત ગેરરીતી પ્રકરણમાં તપાસનીશ એજન્સી સીબાઈએ  નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. તેમજ સીબીઆઈએ 22 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સીબીઆઈના દરોડા રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી આવતા જપ્ત કરવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે પ્રોજેકટમાં કથિત ગેરરીતીના કેસમાં સીબીઆઈની ટીમોએ ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરી હતી. દરોડામાં 1.1 કરોડ રોકડા, 49 લાખની એફ.ડી. અને 4.5 કરોડના દાગીના જપ્ત કર્યા હતા. 2008થી 2010 વચ્ચેના 3 પ્રોજેકટમાં મોટા પાયે કટકી થઈ હોવાની માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સુરત-હજીરા પોર્ટ નેશનલ હાઇવે-6, કિશનગઢ-અજમેર-બિયાવર નેશનલ હાઇવે-8 અને વારાણસી-ઔરંગાબાદ નેશનલ હાઇવે-2 માં ખાનગી કંપનીઓ અને વચેટીયાઓ સાથે મળીને કટકી કરી હોવાની માહીતીના આધારે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. દિલ્હી, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ , રાજસ્થાનમાં 22 સ્થળે દરોડા પાડીને મોટીમાત્રામાં મિલકતો ખરીદી હોવાના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. 1.1 કરોડની ગોલ્ડ જવેલરી ઉપરાત 4.5 કરોડની ગોલ્ડ જવેલરી દરોડા દરમ્યાન જપ્ત કરી હતી. સરકારી અધિકારીઓને રહેઠાણે દરોડા પાડીને બેન્કની પાસબુકો અને લોકરો સીઝ કર્યા હતા. દરોડામાં 45 લાખની એફડી પણ જપ્ત કરી હતી.

સીબીઆઈએ કથિત ગેરરીતી કેસમાં સીબીઆઈએ કાર્યવાહી શરૂ કરહતા આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં ફફડાટ ફેલાયો હતો. સીબીઆઈની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.