Site icon Revoi.in

પ્રયાગરાજ રેલ્વે ભરતી બોર્ડના DGCE પેપર લીક કેસમાં CBIના અનેક સ્થળો ઉપર દરોડા

Social Share

લખનૌઃ પ્રયાગરાજ રેલ્વે ભરતી બોર્ડના ડીજીસીઇ (સામાન્ય વિભાગ સ્પર્ધાત્મક પરીક્ષા) પેપર લીક કેસમાં સીબીઆઈએ રાજસ્થાન અને યુપીમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમોએ રાજસ્થાનના પ્રયાગરાજ, નોઈડા, અલીગઢ, મથુરા, ચિત્રકૂટ અને જયપુર, ભરતપુર, કરૌલી, અલવર, સવાઈ માધોપુરમાં દરોડા પાડીને દસ્તાવેજો રિકવર કર્યા છે.

રેલવે બોર્ડના ડેપ્યુટી વિજિલન્સ અનિલ કુમાર મીણાની ફરિયાદ પર, CBI લખનૌની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ પરીક્ષા આપનાર અને પેપર લીક કરવાના બદલામાં પૈસા લેનારા 11 રેલવે કર્મચારીઓ સામે કેસ નોંધ્યો છે. તેમજ પરીક્ષા કરાવનાર કંપનીને પણ આરોપી બનાવવામાં આવી છે.

રેલવેએ ફરિયાદમાં તેના વિજિલન્સ તપાસ રિપોર્ટને ટાંક્યો છે. રિપોર્ટ અનુસાર, પ્રયાગરાજના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 6 ઓગસ્ટ 2021ના રોજ લેવાયેલી DGCE પરીક્ષાનું પેપર લીક થયું હતું અને 50-60 ઉમેદવારોને અભ્યાસ કરાવ્યો હતો.

રાજસ્થાનના ભરતપુરના ટ્રેક મેઈન્ટેનર્સ ભૂપ સિંહ, વેગરાજ, મહાવીર સિંહ અને પ્રિતમ સિંહ, અલવરના જિતેન્દ્ર કુમાર મીના, સવાઈ માધોપુરના પ્રમોદ કુમાર મીના, ટોંકના હંસરાજ મીના, અલીગઢના ધરમ દેવ, કરૌલીના પ્રશાંત કુમાર મીના, ઉત્તર પશ્ચિમ જયપુરના રેલવે ચીફ એન્જિનિયરની ઓફિસના અધિક્ષક માન સિંહ ઉપરાંત નોઈડાના પાર્સલ પોર્ટર મોહિત ભાટીનો સમાવેશ થાય છે.