Site icon Revoi.in

 આસામ- મેધાલય બોર્ડર પર થયેલી હિંસામાં CBI તપાસ કરાશે – ગૃહમંત્રી અમિત શાહનું આશ્વાસન

Social Share

આસામ-મેઘાલય સરહદ પર મંગળવાર 22 નવેમ્બરના રોજની સવારે ફાયરિંગની ઘટના બાદ ભડકેલી હિંસામાં છ લોકોના મોત થયા . પોલીસે યુવતીની તસ્કરી રહેલા એક ટ્રકને રોક્યો હતો, ત્યારબાદ  આ મામલો વિફર્યો અને અફરાકફરી સર્જાય હતી  અને એક ફોરેસ્ટ ગાર્ડ સહિત છ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ મેઘાલય સરકારે આગામી 48 કલાક માટે 7 જિલ્લામાં મોબાઇલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. 

ત્યારે હવે  મેધાલય બોર્ડર પર ફાટી નીકળેલી હિંસાની હવે તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને સોંપવામાં આવશે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ આ મામલે જાણકારી  આપી હતી. વિતેલા દિવસને ગુરુવારના રોજ સંગમાએ જણઆવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ખાતરી આપી છે કે તેઓ સરહદ પર આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારની કેન્દ્રીય એજન્સી તપાસ માટે તેમની વિનંતી પર વિચાર કરશે. 

અહીં પત્રકારો સાથે વાત કરતા સંગમાએ કહ્યું કે શાહ સાથેની તેમની મુલાકાત દરમિયાન તેમણે ગોળીબારમાં માર્યા ગયેલા લોકો માટે ન્યાય અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

આ મામલે ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કર્યું કે શાહે ગોળીબારની ઘટનાની સીબીઆઈ તપાસની ખાતરી આપી હતી, જેની આસામ સરકારે પણ માંગ કરી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, “મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળ્યા અને આસામ-મેઘાલય સરહદ પરની ઘટનાની સીબીઆઈ તપાસની વિનંતી કરી.” આસામ સરકારે પણ આ મામલે સીબીઆઈ તપાસની વિનંતી કરી છે. ગૃહમંત્રી અમિત શાહે આશ્વાસન આપ્યું છે કે સરકાર સીબીઆઈ તપાસ કરાવશે.