Site icon Revoi.in

મણીપુરના વાયરલ વીડિયોની ઘટનામાં CBIની એન્ટ્રી – એજન્સીએ આ મામલે એફઆઈઆર નોંધી

Social Share

ઈમ્ફાલઃ-  મણિપુમાં મે મહિનાથી હિંસા વર્તાઈ રહી છે ત્યારે તાજેતરમાંમ નિર્વસ્ત્ર થયેલી મહિલાનું સરઘસ કાઢવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો આ વાયરલ વીડિયોની તપાસમાં હવે સીબીઆઈની એન્ટ્રી થી છે આ મામલેની સમગ્ર તપાસ હવેથી સીબીઆઈને સોંપવામાં આવી છે.

 વીડિયો વાયરલ મામલે સીબીઆઈ એજન્સીએ એફઆઈઆર નોંધી છે. કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. અહીં કુકૈઈ સમુદાયની બે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હતી તે મામલે હવં તપાસ આરંભ કરવામાં આવી છે.

 મણિપુરમાં ભૂતકાળમાં રાજ્ય સરકારે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગણી કરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી વંશીય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો છેવટે હવે સીબીઆઈની આ મામલામાં એન્ટ્રી કરાઈ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર હવે સીબીઆઈએ ગૃહ મંત્રાલયની સૂચના પર મણિપુર પોલીસ પાસેથી તપાસ સંભાળીને નવી એફઆઈઆર નોંધી લીધી છે. આ એફઆઈઆરમાં કલમ 153A, 398, 427, 436, 448, 302, 354 અને 364 હેઠળ કેસ નોંધાી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે જે વીડિયો વાયરલ થયો હતો જેમાં બે નગ્ન હાલતમાં મહિલાઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જે 4 મેની ઘટના હતી.જો કે તેનો વીડિયો ઘટનાના બે મહિના પછી 19 જુલાઈએ વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો હતો અને 20 જુલાઈએ પહેલી ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.અને હાલ પણ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે સરાકરે તમામ ગુનેગારોને આકરી સજા આપવાનો નિર્મણ લીધો છે.