- સીબીએસઈની બોર્ડની પરિક્ષાનો આજથી આરંભ
- એક વર્ગમાં માત્ર 18 વિદ્યાર્થીઓ બેસસે
- કોરોનાને લઈને તકેદારી રાખવામાં આવશે
દિલ્હીઃ- દેશભરમાં આજરોજને મંગળવારથી સીબીએસઈના ટર્મ 2 નું 10મા ધોરણનું પેઈન્ટિંગ, ગુરુંગ, શેરપા અને થાઈ ભાષાનું પેપર છે. આ સાથે જ મુખ્ય વિષય અંગ્રેજીનું પેપર આવતી કાલે 27 એપ્રિલે લેવામાં આવશે એટલે કે મેઈન વિષયની એક્ઝામ આવતી કાલથી શરુ થશે.
આજરોજ 26 એપ્રિલે ધોરણ 12નું આંત્રપ્રિન્યોરશિપ અને બ્યુટી એન્ડ વેલનેસ વિષયોનું પેપર વિદ્યાર્થીઓ આપશે .ઉલ્લેખનીય છે કે 12ની મુખ્ય વિષયોની પરીક્ષા 2 મેથી શરૂ થનાર છે.જેમાં પ્રથન દિવસે હિન્દીનું પેપર છે. કોરોના રોગચાળાને કારણે, સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે એક રૂમમાં ફક્ત 18 વિદ્યાર્થીઓ જ બેસશે.આ સાથે જ કોરોનાના નિયમોનું પણ પાલન કરાશે.
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને વિદ્યાર્થીઓ સવારે 9.45 વાગ્યા સુધીમાં પરીક્ષા ખંડમાં પહોંચી શકશે. 10 વાગ્યા પછી કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. એડમિટ કાર્ડ પર વિદ્યાર્થીના માતા-પિતાની સહી ફરજિયાત છે. પરીક્ષાના સફળ સંચાલન માટે બોર્ડે પરીક્ષા કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા કરી છે.આ સાથે જ કોી પણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટે પણ સતર્કતા દાખવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જે રીતે કોરોના મહામનારીમાં શાળાઓ બંઘ કરવામાં આવી હતી તેને જોતા બોર્ડ એ 50-50 ટકા અભ્યાસક્રમ સાથે બે સત્રમાં એક જ વખત બોર્ડ પરીક્ષાઓ યોજવાની જાહેરાત કરી હતી.