Site icon Revoi.in

CBSE ઘોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓનો આજથી આરંભ -વિદેશમાં પણ લેવાશે આ એક્ઝામ

Social Share

દિલ્હીઃ દેશભરમાં આજથી ઘોરણ 10 અને 12ની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. CBSE બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ આજે સવારે 10.30 વાગ્યાથી દેશભરમાં શરૂ થશે.

CBSE 10માની બોર્ડની પરીક્ષા 16 દિવસ માટે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 21મી માર્ચ 2023 સુધી ચાલશે. જ્યારે ધોરણ 12 ની પરીક્ષા 36 દિવસ ચાલશે અને 5 એપ્રિલ, 2023 ના રોજ સમાપ્ત થશે.

આજ પ્રથમ દિવસે  10મા ધોરણની પરીક્ષા પેઇન્ટિંગ, ગુરુંગ, રાય, તમંગ, શેરપા અને થાઈ ટૂંકા વિષયોનું પેપર છે. જ્યારે સીબીએસઈની 12મી બોર્ડની પરીક્ષા આંત્રપ્રિન્યોરશિપ પેપરથી શરૂ થશે.CBSE બોર્ડની પરીક્ષાઓ કુલ 191 વિષયો માટે લેવામાં આવશે, જેમાં ધોરણ 10મા બોર્ડની પરીક્ષા 76 વિષયો માટે અને ધોરણ 12મા ધોરણની પરીક્ષા 115 વિષયો માટે લેવામાં આવશે.

જો  દેશભરની વાત કરીએ તો દેશના 7 હજાર 250 થી વધુ પરીક્ષા કેન્દ્રો છે જેમાં 39 લાખ વિદ્યાર્થીઓ પરિક્ષાઓ આપતા જોવા મળશે.મહત્વની વાત એ છે કે  આ પરીક્ષા દેશની બહાર પણ યોજવામાં આવી રહી છે. દેશની બહાર 26 દેશોમાં લેવામાં આવી રહી છે.