CBSEનું ધો.12માં 87.98 ટકા અને ધો.10નું 93.60 ટકા પરિણામ જાહેર
નવી દિલ્હીઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.10 એન 12 પરિણામ જાહેર થાય બાદ આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. બન્ને ધોરણમાં છોકરા કરતા છોકરીઓ આગળ રહી છે. CBSEનું પરિણામ:ધો.12માં 87.98% પરિણામ જાહેર થયા પછી ધો.10માં 93.60% રિઝલ્ટ જાહેર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં ધો.10નું 93.60% અને ધો. 12માં 87.98% પરિણામ આવ્યું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.
આ વર્ષે એટલે કે, 2024નું CBSEનું 87.98% પરિણામ આવ્યું છે. ધોરણ 12માં 24,000થી વધુ વિદ્યાર્થીએ 95 ટકા તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90 ટકા મેળવ્યા છે. આ પરિણામમાં છોકરીઓએ 6.40 ટકાથી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પાછળ છોડી દીધા છે. 91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે. ધો.10માં 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 20,95,467 વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધો.10નું 0.48 ટકા રિઝલ્ટ વધુ આવ્યું છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 94.75 ટકા છે અને વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ 92.72 ટકા છે.