Site icon Revoi.in

CBSE ની ઘોરણ 10 અને 12ની પરિક્ષાઓ લેખિતમાં જ લેવાશે – શિક્ષણ મંત્રી આવતી કાલે તારીખો કરશે જાહેર

Social Share
  1. સાબાએસઈની ઘોરણ 10 અને 12નીપરિક્ષાઓ લેખિતમાં  લેવાશે 
  2. આવતીકાલે શિક્ષણ મંત્રી પરિક્ષા અંગેની તારીખો કરશે જાહેર

દિલ્હીઃ- કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંક આવતીકાલે સીબીએસઈ બોર્ડની દસમા અને બારમા ઘોરણની બોર્ડની પરીક્ષાઓની તારીખ આવતી કાલે 31 ડિસેમ્બરના રોજ જાહેર કરશે, પરિક્ષાઓની તારીખ વિશે માહિતી આપશે. ઉલ્લએખનીય છે કે,સીબીએસઈ બોર્ડના દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ આતપુરતાથી પરિક્ષાની તારીખની રાહ જોઈએ રહ્યા છે, ત્યારે આવતી કાલે તેમના ઈંતઝારનો અંત આવશે.આ સાથે જ જણાવવામાં આવ્યુ છે કે, પરીક્ષાઓ માત્ર લેખિત માધ્યમથી જ લેવામાં આવશે

ઉલ્લેખનીય છે કે,  કે શિક્ષણ મંત્રી નિશાંકે ટ્વીટ કર્યું હતું કે, તેઓ 31 ડિસેમ્બરના રોજ  તારિખો જાહેરાત કરશે, જ્યારે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ડિસેમ્બર 2021 માં લેવામાં આવશે. શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે પહેલેથી જ માહિતી આપી દીધી છે કે કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. બોર્ડની પરીક્ષાઓ પર ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે અને આ પરીક્ષાઓ ફેબ્રુઆરી પછી જ લેવામાં આવશે. નિશાંકે ડિજિટલ માધ્યમ દ્વારા શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે આ વાત કરી હતી

સામાન્ય રીતે બોર્ડની પ્રાયોગિક પરીક્ષાઓ જાન્યુઆરીમાં શરૂ થાય છે અને લેખિત પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાય છે. પરંતુ આ વર્ષે પ્રથમ વખત કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બોર્ડની પરીક્ષાઓ મોડી લેવામાં આવશે.

કોરોનાના કારણે માનવામાં આવી રહ્યું છે કે શિક્ષણ મંત્રી માર્ચ અને એપ્રિલમાં પરીક્ષાઓ યોજવાની જાહેરાત કરી શકે છે. ઓનલાઇન માધ્યમથી પરીક્ષાઓ લેવામાં આવશે નહીં બીજી તરફ સીબીએસઇ બોર્ડે કહ્યું કે, પરીક્ષાઓના માધ્યમ અંગે સર્જેાયેલી શંકાઓને દુર કરતા આ પરીક્ષાઓ માત્ર લેખિત માધ્યમથી જ થશે. હાલમાં ઓનલાઇન માધ્યમથી પરીક્ષાઓ લેવાનું વિચાર્યું નથી.

સાહિન-