CCSની બેઠકઃ પીએમ મોદીએ કહ્યું. ‘અફઘાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવીશું, અલ્પસંખ્યક લોકોને શરણ આપીશું ‘
- સીસીએસની બેઠકમાં પીએમ મોદીનું નિવેદન
- એફઘાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવીશું
- અલ્પસંખ્યને દેશમાં શરણ આપીશું
દિલ્હીઃ સમગ્ર વિશ્વભરમાં હાલ તાલિબાન દ્રારા અફઘાનિસ્તાન પર આતંક કરીને જે રીતે સમગ્ર દેશને પોતાની બાનમાં લેવામાં આવ્યું છે તેની ચર્ચાઓ એ જોર પકડ્યું છે,ત્યારે ભારત પોતાના નાગરીકોને સુરક્ષિત લાવવાના પ્રયત્નોમાં જોડાયેલું છે.
અફઘાનિસ્તાનની બગતી સ્થિતિને જોતા હાલાતની સમિક્ષા કરવા મંગળવારના રોજ કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીની બેઠક યોજાઈ હતી,જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સંરક્ષણ મંત્રી, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
ગઈકાલ મળેલી આ બેઠકમાં આ સિવાય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા અને અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત આર ટંડન સહિત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. એવું કહેવામાં આવે છે કે આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા ફેરફારો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા અને ત્યાં દૂતાવાસ ચલાવવા પર પણ ચર્ચા થઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત તરફથી હાલ તો એફઘાનિસ્તાનમાં સરકાર ગઠનની હિલચાલ પર જનરરાખવામાં આવી રહી છે, આ સાથે જ તાલિબાનનું રુખ કઈ બાજૂ છે તે પણ જોવામાં આવી રહ્યું છે,પીએમ મોદી પોતે અઘિકારીઓ સાથે નજીકના સંપર્કથી જોડાયેલા જોવા મળી રહ્યા છે., અને ભારતવાસીઓને ત્યાથી નિકાળવા અંગેની માહિતી મેળવી રહ્યા છે, પીએમ મોદીએ આ બાબતે અઘિકારીઓને આદેશ આપ્યા છે કે, તેઓ દરેક ભારતીયોને જલ્દીથી જેમ બને તેમ સુરક્ષિત રીતે અફઘાનમાંથી બહાર નિકાળે.
બેઠકમાં ઉપસ્થિત એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે પીએમ એ બેઠક દરમિયાન કહ્યું કે આપણે માત્ર આપણા નાગરિકોને જ નહીં, પણ અફઘાનિસ્તાનના શીખ અને હિન્દુ લઘુમતીઓને પણ આશ્રય આપવો પડશે, જેઓ ભારત આવવા માંગે છે. તે જ સમયે, આપણે તે બધા અફઘાન ભાઈઓ અને બહેનોને મદદ કરવી પડશે જેઓ સહકાર માટે ભારત તરફ જોઈ રહ્યા છે.