- CDC એ ભારત માટે ‘લેવલ N’ નોટિસ જારી કરી
- યૂએસ એ પોતાના નાગરીકોને આપી સલાહ
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા ભારત અને પાકિસ્તાનની મુસાફરી કરતા અમેરિકી નાગરિકો માટે એક ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. CDC એ ભારત માટે ‘લેવલ N’ નોટિસ જારી કરી છે.
આ નોટીસ હેઠળ, યુએસ દ્વારા પોતાના નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે જો તેઓ ભારતની મુસાફરી કરી રહ્યા હોય તો તેઓ સંપૂર્ણ રીતે રસી મેળવી લેવી જોઈએ, જે લોકોને ભારતમાં સંપૂર્ણ રસી આપવામાં આવી હોય તેમને કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ ઓછું હોય છે. આવી જ નોટિસ CDC દ્વારા પાકિસ્તાન માટે પણ જારી કરવામાં આવી છે.જેમાં પાકિસ્તાનને જોખમ સમાન ગણાવાયું છે.
સીડીસીએ પાકિસ્તાન માટે લેવલ ટુ અને થ્રી ટ્રાવેલ એડવાઇઝરી પણ જારી કરી છે. સીડીસીએ તેના નાગરિકોને સલાહ આપી છે કે જો તેઓ પાકિસ્તાન જવાની યોજના ધરાવે છે, તો તેઓએ પુનર્વિચાર કરવાની જરૂર છે.
આ મામલે CDC નાગરિકોને વિનંતી કરે છે કે પાકિસ્તાનમાં આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસા ચરમસીમાએ છે, તેથી નાગરિકોએ મુસાફરી કરતા પહેલા ઊંડો વિચાર કરવો જોઈએ. ભારત માટે જારી કરાયેલ એડવાઈઝરીમાં અમેરિકન નાગરિકોને તેમની ભારતની મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવા કહેવામાં આવ્યું છે, કારણ કે ત્યાં આતંકવાદી ઘટનાઓ ઝડપથી ઘટી રહી છે. આ સિવાય ભારત-પાકિસ્તાન બોર્ડરથી 10 કિમીની અંદર પણ ન જાઓ, કારણ કે આ સમયે બંને દેશો વચ્ચે તણાવ છે.