આજે સમગ્ર દેશ 77મા સ્વતંત્રા પર્વની ઉજવણી કરી રહ્યો છે આપણે નાના હતા ત્યારથી જ શાળાઓમાં આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હતું જેમાં ડાન્સ તથા નાટક જેવી પ્રવૃતિઓ થતી ખાસ કરીને દેશભક્તિના સોંગ પર ડાન્સ કરવામાં આવતો આજે પમ ઠેર ઠેર સવારથી જ દેશભક્તિના સોંગ સંભળાઈ રહ્યા છે,તો તમે પણ અહી જાણીલો કેટલાક જાણીતા દેશભક્તિના સોંગ વિશે.
આ દરેક સોંગથી તમે પણ આઝાદીના આ પર્વને યાદગાર બનાવો અને બલિદાન આપેલા વીરોને યાદ કરો ,બોલિવૂડમાં દેશભક્તિ પર બનેલા ઘણા મૂવી છએ જેના સોંગ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ઘૂમ મચાવતા હોય છે.
એ મેરે વતન કે લોગો
સૌ પ્રથમ તો આઝાદીનો પર્વ આવે એટલે લતા મંગેશકરના અવાજમાં એ મેરે વતન કે લોગો સૌ કોીને યાદ આવે જ આ એક એલવું દેશ ભક્તિ સોંગ છે જેને સાંભળતા જ વર્ષો જૂની વીરોની બલિદાની રોમ રોમમાં યાદ આવી જાય છે.
એ વતન વતન મેરે આબાદ રહે તું (રાઝી)
આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીનું એ વતન ગીત સાંભળીને દિલ જેટલું ઇમોશનલ થાય છે એટલું જ તેને સંભાળીને દેશ માટે કંઇક કરવાનું મન થાય છે. આ ગીત સુનિધિ ચૌહાણે ગાયું છે.
તેરી મિટ્ટી (કેસરી)
અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું આ ગીત બી પ્રાકે ગાયું છે. આ ગીતમાં દેશ માટે લડતા સૈનિકો વિશે જણાવવામાં આવ્યું છે કે, તેઓ કેવી રીતે પોતાનો પ્રેમ અને પરિવાર છોડીને દેશ માટે લડે છે.
એ વતન તેરે લિયે (કર્મા)
કર્મા ફિલ્મનું આ ગીત મોહમ્મદ અઝીઝ અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું છે. આ ગીત સાંભળીને મનમાં એક અલગ જ ઉત્સાહ ઉભો થાય છે.
કર ચલે હમ ફિદા
કર ચલે હમ ફિદા ગીતમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે સૈનિકો દેશને દુશ્મનોથી બચાવવા માટે સરહદ પર લડે છે.
મેરા રંગ દે બસંતી
ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહના રંગ દે બસંતી ચોલાના આ ગીતમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ફાંસી પહેલા ભગતસિંહ અને તેમના સાથીઓ ખુશી-ખુશી પોતાની મોતની ઉજવણી કરી રહ્યા છે.કારણકે તે દેશ માટે પોતાની જાન-કુર્બાન કરી રહ્યા છે.