Site icon Revoi.in

GTUમાં નેશનલ સ્ટાર્ટઅપ દિનની ઊજવણી, ઈકો સિસ્ટમ પ્રણાલીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓની ટેકનીકલ સ્કીલ , સ્ટાર્ટઅપ અને ઈનોવેશન જેવી પ્રવૃત્તીને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર, તાજેતરમાં જ 16 જાન્યુઆરીના રોજ જીટીયુ ખાતે નેશનલ સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , દેશની 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે દરેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપનો ફાળો વિશેષ રહશે.

જીટીયુ હંમેશા સ્ટાર્ટઅપકર્તાને મદદરૂપ થવા માટે કાર્યરત છે. કાર્યક્રમના મુખ્ય વક્તા સ્થાને  કૃતિ પટેલે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નારી સશક્તિકરણ,  વિધી ભાવસાર દ્વારા ડિઝાઇન થીંકિંગ પ્રોસેસ અને સત્યા પોગારુંએ IPR જેવા વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું. કુલસચિવ ડૉ. કે. એન. ખેરે કાર્યક્રમના સફળ સંચાલન બદલ જીઆઈસી અને એઆઈસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર  તુષાર પંચાલ અને  મહેન્દ્ર ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , દેશની 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે દરેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપનો ફાળો વિશેષ રહશે.

જીટીયુમાં  સેલિબ્રેટીંગ 7 ઈયર ઑફ ઈનોવેશનની થીમ પર વર્ષ -2023નો નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ઉજવામાં આવ્યો હતો. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે નેશનલ સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્ટાર્ટઅપકર્તા  પૂર્વેશ સિમેજિયા,  જૈનમ મહેતા  અને  યશ શાહ દ્વારા  સ્મોલ , મીડિયમ અને લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝના અનેક પ્રકારના સ્ટાર્ટઅપ અને તેમના અનુભવો રજૂ કર્યા હતાં. કાર્યક્રમ દરમિયાન 100થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપકર્તા જોડાયા હતાં. તેઓને સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની કાર્યપ્રણાલીથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતાં.