- જન્માષ્ટમી પર્વ શ્રૃંખલાનો થયો આરંભ
- શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ એટલે રાંધણ છઠ
- મહિલાઓ દ્વારા ફરસાણ અને મીઠાઈ બનાવાય છે
બોળચોથના પર્વ સાથે જન્માષ્ટમી પર્વ શ્રૃંખલાનો આરંભ થયો છે ત્યારે નાગ પંચમી બાદ રાંધણ છઠ આવે છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે.આ વર્ષે આ તહેવાર 28 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે.
રાંધણ છઠના દિવસે મહિલાઓ દ્વારા થેપલા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, તળેલા મરચાં, શાક, તીખી સેવ અને મિષ્ઠાન બનાવવામાં આવે છે . વાનગીઓ બન્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરીને ચૂલો ઠારવામાં આવે છે.
સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે. આ તહેવાર અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નામે મનાવવામાં આવે છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો માહોલ પણ જોવા મળી રહ્યો છો. લોકો શહેરોમાંથી સાત-આઠમ ઉજવવા માટે પોતાના ગામ ફરી રહ્યા છે. ગામના લોકો દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું કે તહેવાર પર ગામમાં લોકોની હાજરીથી ગામ હર્યુ-ભર્યુ લાગવા લાગે છે. ગામની રોનક પરત આવી ગઈ હોય તેવું લાગે છે. તહેવારમાં શહેરમાં કમાવા અથવા રહેવા ગયેલા લોકો પરત આવે ત્યારે ખુશીનો માહોલ બની જાય છે.