અમદાવાદઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં આજે ધાર્મિક માહોલમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ શિવાલયોમાં ભજન-કિર્તન સહિતના કાર્યકર્મો યોજાયા હતા. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં સમુત્કર્ષ એકેડેમી ઓફ યોગ, મ્યુઝીક એન્ડ હોલીસ્ટીક લીવીંગ દ્વારા શ્રી પંચમુખ પરમેશ્વર સમુત્કર્ષ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણીને લઈને વિશેષ આયોજન કરાયું છે. તેમજ મહાશિવરાત્રી નિમિત્તે રાતના મહાપૂજા યોજાશે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં જાણીતા સમુત્કર્ષ એકેડેમી ઓફ યોગ, મ્યુઝીક એન્ડ હોલીસ્ટીક લીવીંગ દ્વારા શહેરના વેજલપુર વિસ્તારમાં આનંદર રોડ ઉપર આનંદનગર ફ્લેટની પાસે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6થી 7.30 કલાક સુધી કલાગુરૂ શ્રીમતી સ્મિતાબેન શાસ્ત્રીની વિદ્યાર્થીઓ શિવ નૃત્યુ આરાધના રજૂ કરશે. આ ઉપરાંત શ્રી પંકિત ડાભી અને સમુત્કર્ષ કલાવૃંદ દ્વારા શિવ ભજનનું ગાન કરવામાં આવશે. રાતના 9થી 12 કલાક સુધી રૂદ્વાભિષેક, મહાપૂજા અને આરતી કરવામાં આવશે.
સમુત્કર્ષ એકેડેમી ઓફ યોગ, મ્યુઝીક એન્ડ હોલીસ્ટીક લીવીંગ દ્વારા દર વર્ષે શાસ્ત્રીય સંગીત, યોગ અભ્યાસ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.