Site icon Revoi.in

જૂનાગઢમાં શિવરાત્રીનો માહોલ, ધ્વજારોહણ સાથે વિધિવત મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

Social Share

જૂનાગઢ: જીવ અને શિવનું પવિત્ર મિલન અને ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમો જૂનાગઢ ભવનાથ ખાતે ભવનાથ દાદા મંદિરે ધ્વજા રોહણ સાથે આજરોજ વિધિવત મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શહેર મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય તેમજ મહંતી ઇન્દ્રભારતી બાપુ, હરિહરઆનંદ બાપુ, હરિગીરીજી મહારાજ તેમજ જયશ્રીકાનંદજી માતાજી સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં ધ્વજા રોહણ કરાયું હતું.

આજથી અન્નક્ષેત્રો ,ઉતારા મંડળ, આશ્રમોમાં સંતવાણીના કાર્યક્રમો સાથે મેળાની રંગત જામી રહી છે. છેલ્લા બે વર્ષ સુધી મેળો યોજાયો ન હોવાથી આ વખતે મેળામાં લાખોની જનમેદની ઉમટશે  તેવુ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી શ્રધ્ધાળુંઓને કોરોનાને કારણે ભક્તિ, પૂજા, પાઠથી દુર રહેવું પડ્યું હતુ. સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા જેના કારણે ભક્તોની આસ્થાને પણ થોડું દુ:ખ થયું હતુ. પણ આ વખતે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શિવરાત્રીને વધારે ઉત્સાહ સાથે ઉજવવાની ઈચ્છાઓ દર્શાવી રહ્યા છે.