Site icon Revoi.in

ગુજરાતમાં સ્વમી વિવેકાનંદજીની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

Social Share

અમદાવાદઃ સ્વામી વિવેકનંદજીની 159ની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસથી રાજયભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિક સામાજીક કાર્યક્રમો યોજાયાં હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યુવા ભારત દ્વારા 175 ‘સૂર્ય નમસ્કાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોએ ‘સૂર્ય નમસ્કાર’ કરીને અનોખી રીતે સ્વામી વિવેકાનંદજીની જન્મજ્યંતિની ઉજવણી કરી હતી.

રાષ્ટ્રીય યુવા દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાજ્યભરમાં વિવિધ સ્થળો ઉપર આજે 175 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. 25, 50, 75, 100 અને 175 જેટલા સૂર્ય નમસ્કાર કર્યા હતા. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજ્યંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ટ્વીટ કર્યું હતું કે, પોતાની ઓજસ્વી વાણીથી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના વાહક બનનાર, યુવાઓ માટે પથપ્રદર્શક અને ચિરકાલીન પ્રેણાસ્ત્રોત પરત શ્રદ્ધેય સ્વામી વિવેકાનંદજીને જન્મજ્યંતિએ કોટિ કોટિ વંદન. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વિધાનસભા સંકુલમાં સ્વામી વિવેકાનંદજીના તૈલચિત્ર પણ માલ્યાર્પણ પણ કર્યું હતું.