અયોધ્યા – અયોધ્યામાં બનનારું રામ મંદિર ની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે હવે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે બધાને આમંત્રિત કરવાનું પણ શરૂ થઈ ગયું છે ,
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત લગભગ 7 હજાર લોકોને રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી, સીએમ યોગી સહિત લગભગ 3 હજાર વીવીઆઈપી હસ્તીઓ ભાગ લઈ રહી છે
આ યાદીમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટાના નામ પણ સામેલ છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અભિનેતા અમિતાભ બચ્ચન, કંગના રનૌત, વિરાટ કોહલી, સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે. મંદિર સમિતિએ તેમને આમંત્રણ મોકલ્યું છે.
આમંત્રણ આપવાને લઈને વિતેલા ડોવસને બુધવારે મંદિરના ટ્રસ્ટ દ્વારા જણાવ્યું કે અરુણ ગોવિલ જેણે દૂરદર્શન પર પ્રસારિત થતી સીરીયલ ત્રામયનમાં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી અને દેવી સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયાને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 22 જાન્યુઆરી, 2024ના રોજ અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રસ્ટે 3,000 VVIP સહિત 7,000 લોકોને આમંત્રણ મોકલ્યા છે. 1992માં માર્યા ગયેલા કાર સેવકોના પરિવારોને પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.
આ સહિત આમંત્રિત VVIPsમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવત, યોગ ગુરુ રામ દેવ, ઉદ્યોગપતિ રતન ટાટા, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો પણ સમાવેશ થાય છે. ટ્રસ્ટે દેશભરમાંથી 4000 સંતોને પણ આમંત્રણ આપ્યું છે જેઓ રામજન્મભૂમિ સંકુલમાં હાજર રહેશે.