1. Home
  2. ગુજરાતી
  3. મોતના ખોટા દાવાને લઈને સેલેબ્સે પૂનમ પાંડેને ઠપકો આપ્યો, કહ્યું-આવા પબ્લિસિટી સ્ટંટથી શરમ આવવી જોઈએ
મોતના ખોટા દાવાને લઈને સેલેબ્સે પૂનમ પાંડેને ઠપકો આપ્યો, કહ્યું-આવા પબ્લિસિટી સ્ટંટથી શરમ આવવી જોઈએ

મોતના ખોટા દાવાને લઈને સેલેબ્સે પૂનમ પાંડેને ઠપકો આપ્યો, કહ્યું-આવા પબ્લિસિટી સ્ટંટથી શરમ આવવી જોઈએ

0
Social Share

મુંબઈ: એક્ટર અને મોડલ પૂનમ પાંડેએ પોતાની મોતના સમાચારને ખોટા ગણાવ્યા છે. તેની ટીમે આ દાવો કર્યો હતો કે તેનું મોત નીપજ્યું છે. શનિવારે એક્ટ્રેસે સોશયલ મીડિયા પોસ્ટ કરીને કહ્યું કે તે બસ સર્વાઈકલ કેન્સરને લઈને અવેરનેસ લાવવા માંગે છે. તેમમે તમામ સેલિબ્રિટિઝ દોસ્તો, ફેન્સ અને ફોલોવર્સની માફી માંગી જેમને ખોટા સમાચાર સાંભળીને શોક લાગ્યો. વીડિયોમાં પૂનમ પાંડેએ કહ્યુ કે હું જીવિત છું. સર્વાઈકલ કેન્સરથી મારું મોત નીપજ્યું નથી. દુર્ભાગ્યે હું એ હજારો મહિલાઓ માટે નથી કહી સકતી જે સર્વાઈકલ કેન્સરની સામે ઝઝૂમી રહી છે. પૂનમ પાંડેને આ પોસ્ટ પર ખૂબ ટ્રોલ કરાય રહી છે. ત્યાં સુધી ઘણાં સેલિબ્રિટિઝે આ પ્રકારના પીઆર સ્ટંટને શર્મનાક ગણાવ્યો.

લોકઅપની કન્ટેસ્ટન્ટ અને ફેશન ડિઝાઈનર સાયશા શિંદેએ પૂનમ પાંડેના મોતના દાવા બાદ શોક વ્યક્ત કરતા પોસ્ટ કરી હતી. હવે જ્યારે સચ્ચાઈ સામે આવી છે, તો સાયશાએ લખ્યું છે કે તને શરમ આવવી જોઈએ. ઘણી બધી નિરાશા થઈ. મેં તને મારી દોસ્ત કહી. તું મારી દોસ્ત બનવાને લાયકગ નથી. મિત્ર બનવાને યોગ્ય નથી. તે આને જાગરૂકતા કહી? બકવાસ બંધ કરો. મારી માતાની ડબલ માસ્ટેક્ટોમી થઈ છે અને તે કેન્સરથી ઝઝૂમી રહી છે. મારી બહેનની કિડની ફેલ થઈ ગઈ છે અને તેનું નિધન થયું છે. મારી આંટીનું માનસિક બીમારીથી મોત નીપજ્યું છે અને તારી જેમ તે ક્યારેય પાછા આવી શકે તેમ નથી.

મોત મજાક નથી. મોત કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી. શર્મ કર તું. પૂનમ પાંડે તે અમારી ભાવનાઓ સાથે રમત રમી અને હું તને આના માટે ક્યારેય માફ નહીં કરું. ક્યારેય નહીં. શું મને ખુશી છે કે તું જીવિત છું? બિલકુલ હા, હું ભગવાનની આભારી છું. પરંતુ તે મને હંમેશા માટે ગુમાવી દીધી છે. દુનિયાને શું થયું છે? આ લોકો કોણ છે?

અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વિટ પર શોક વ્યક્ત કર્યો હતો. પૂજા ભટ્ટે લખ્યું હતું કે હું ક્યારેય પણ ટ્વિટ ડિલીટ કરતી નથી. પરંતુ આ મામલામાં મેં આમ કર્યું. મેં સર્વાઈકલ કેન્સરના કારણે પૂનમ પાંડેના નિધનની ખબર પર દુખ વ્યક્ત કર્યું હતું. કેમ ? ખબર પડી કે આ ખબર એક ડિજીટલ-પીઆર ટીમે તૈયાર કરી હતી. તેની સામે ઝઝૂમી રહેલા લોકો માટે અપમાન છે અને તેમાં તે પણ સામેલ હતી.

એક્ટર અલી ગોનીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે સસ્તો પબ્લિસિટી સ્ટંટ છે આ વધુ કંઈ નથી.  શું તમે લોકો વિચારો છો કે આ ફની છે? તમારો અને તમારી ટીમનો બોયકોટ કરવો જોઈએ. હારેલા લોકો. તમામ મીડિયા પોર્ટલો પર અમે ભરોસો કર્યો છે. તમારા બધાં પર શરમ આવે છે.

સિંગર રાહુલ વૈદ્યે ટ્વિટ કર્યું હતું કે શું હું એકલો છું જે વિચારું છું કે પૂનમ પાંડેનું મોત થયું નથી? શનિવારે રાહુલ વૈદ્યે લખ્યુ હતુ કે અને હું સાચો હતો. પૂનમ જીવિત છે. હું નિશ્ચિતપણે કહી શકું છું આરઆઈપી પીઆર-માર્કેટિંગ. સેન્સેશનલ બનાવવા માટે આટલું નીચે ચાલ્યા ગયા. કળયુગમાં સ્વાગત છે.

આ સિવાય સોફી ચૌધરી, કુશા કપિલા, રિદ્ધિ ડોગરા સહીતના અન્યોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code