Site icon Revoi.in

મૂળ ભારતીયોની વસ્તી ગણતરી બ્રિટનમાં પ્રથમ વખત અલગથી કરાશે -કુલ વસ્તીમાં અંદાજે 3 ટકા ભારતીયો

Social Share

દેશભરમાંથી ઘણા લોકો વિદેશ જઈને વસી જતા હોય છે,બહાર જઈને વસતા મૂળ ભારતના લોકોની આમ તો વસતી ગણતરી સામાન્ય રીતે જે તે દેશના લોકોની સાથે જ કરી દેવામાં આવતી હોય છે પરંતુ હવે બ્રિટનમાં પ્રથમ વખત મૂળ ભારતદેશના લોકોની વસતી ગણતરી અલગથી કરવામાં આવી રહી છે.

આ સમગ્ર વસતી ગણતરીનું આયોજન 104 વર્ષ પહેલા વર્ષ 1916મા થયેલી સ્થાપિત ઇન્ડિયા લીગ દ્રારા કરવામાં આવનાર છે,ઉલ્લેખનીય છે કે,ઇન્ડિયા લીગ વર્ષોથી બ્રિટિશ ભારતીયોનાં હિત માટે કાર્યરત છે ત્યારે હવે આ ઇન્ડિયા લીગ ઓક્સફર્ડ યુનવર્સિટી સાથે મળીને ઓનલાઇન વસતી ગણતરી કરનાર છે.

આ વર્ષના એન્ડ સુધીમાં પ્રથમ વખત બ્રિટિશ ભારતીયોનો એહવાલ રજુ કરવામાં આવશે, આ એહવાલમાં વર્ષ 2020મા બ્રિટનના બિનનિવાસી ભારતીયો અને તેમના અનેક મુદ્દાઓ અંગેની માહિતી પ્રદાન કરશે.

ઇન્ડિયા લીગના ચેરમેન  દ્રારા આ સમગ્ર બાબતે કહેવામાં આવ્યું છે કે,બ્રિટિશ ભારતીય સમૂદાયમાં ઘણું પરિવર્તન આવ્યું છે,આ સર્વે દ્રારા અમારા સમૂદાયને ખાસ ઉપયોગી આકડાઓ પ્રદાન કરાવશે, જે અમારી સમસ્યા અને ચિંતા સાથે સંકળાયેલા જરુરી મુદ્દાઓ સમજવા અને તેનું નિવારણ લાવવામાં મદદરુપ સાબિત થઈ શકે છે.

આ સાથે જ હાઉસ ઑફ લોર્ડ્સના સભ્ય તેમજ ઇન્ડિયા લીગના સલાહકાર એવા સંદીપ વર્માએ પણ આ બાબતે માહિતી આપી હતી,તેમણે જણાવ્યું હતું કે,કોરોનાકાળની આ મહામારીએ બ્રિટિશ ભારતીય સમુદાય સાથેના કેટલાક બીજા સમુદાયોની હાલની સ્વાસ્થ્ય અને સામાજિક અસમાનતાઓ ને ઉજાગર કરી છે. આ સર્વે અમને પોતાના સમુદાયની વિવિધતા સમજવામાં મદદરૂપ થઇ શકે છે ,તે સાથે જ બ્રિટિશ ભારતીયો માટેની નીતિ ઘડવાનું અને તેમનું જીવન સમૃદ્ધ બનાવવાનું માધ્યમ પણ બની શકે છે.

ભારતીય વિદેશ મંત્રાલયના આકંડાઓ પ્રમાણે બ્રિટનમાં ભારતીય મૂળ કુલ 18 લાખથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે, આ આંકડો બ્રિટનની કુલ વસતીના લગભગ 3 ટકા જેટલો છે જે એશિયનોની વસતીનો અંદાજે 5 ટકાનો ભાગ ધરાવે છે.

મૂળ ભારતીયોની અલગથી કરવામાં આવી રહેલ વસતી ગણતરીના આધારે અનેક પર્શ્નોના હલ આવી શકે છે તે સાથે જ કેટલાક મુદ્દાઓને સમજી શકાશે,આ વસતી ગણતરીનો મુખ્ય હેતું ભારતીય સમુદાયની ઓળખ, ધાર્મિક માન્યતોઓ અને વ્યવહારની વિવિધતાને સમજવાનો અને જાણવાનો છે. સામાજિક કે ન્યાયિક રીતે પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તેવા પ્રશ્નોને પણ સમજવાના પ્રયત્નો કરવામાં આવશે જે આ માહિતી દ્રારા શક્ય બનશે,આ સમગ્ર વસતી ગણતરીની કાર્યવાહી ઓગસ્ટ મહિના સુધીમાં પૂર્ણ થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.હવે ઈન્ડિયા લીગના માધ્યમથી આવનારા દર 2 થી 3 વર્ષે આ પ્રકારે જ અલગથી ભારતીયોની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે.

સાહીન-