- કેન્દ્ર એ 14 મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મૂક્યો
- આ એપ્સ દેશની સુરક્ષા પર જોખમ હતી
દિલ્હીઃ- દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર એ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર એ પાકિસ્તાનથી સંચાલિત થતી 14 જેટલી મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સંરક્ષણ દળો, સુરક્ષા, ગુપ્તચર અને તપાસ એજન્સીઓના આદેશ પર, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા યૂઝ કરવામાં આવતી 14 મેસેન્જર મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે.
જાણકારી પ્રમાણે આ પ્રતિબંધ મૂકવામાં આવેલી એપ્સમાં , એનિગ્મા, સેફસ્વિસ, વિક્રમે, મીડિયા ફાયર, બ્રાયર, બી ચેટ , નંનદબોક્સ, કોનિયન, આઈએમ ઓ, એલિમેન્ટ, સેકન્ડ લાઈન , જંગી, થ્રોમા નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુપ્ત એજન્સીઓને એ ભાળ મળી હતી કે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આ એપ્સનો ઉપયોગ તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ સાથે વાતચીત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.એટલે કે આ એપ્સથી આતંકીઓને સહકાર પુરો પડી રહ્યો હતો ત્યારે કેન્દ્રએ હવે આ એપ્સને બેન કરી દીધી છે જે દેશની સુરક્ષા માટે મહ્તવનો નિર્ણય ગણાય છે.
દેશની સરકારે જ્યારે જાણ્યું કે આ એપ્સના પ્રતિનિધિઓ ભારતના નથી અને ભારતીય કાયદા મુજબ, માહિતી મેળવવા માટે તેમનો સંપર્ક થઈ શક્યો નથી. એજન્સીઓએ ઘણી વખત એપ મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક કરવા માટે તેમની પાસે ભારતમાં કોઈ ઓફિસ નહોતી. ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓને આ એપ્સ વિશએ માહિતી એકત્ર કરી ત્યારે આ બબાતની જાણ થી કે આતંકીઓ આ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છએ ત્યારે હવે કેન્દ્રની સરકારે આ તમામ એપ બેન કરી દીધી છે.