કેન્દ્ર એ VLC મીડિયા પ્લેયર પર મૂક્યો પ્રતિબંધ – પર્સનલ ટેડા શેર કરવા મામલે કરાઈ કાર્યવાહી
- કેન્દ્ર એ હવે VLC મીડિયા પ્લેયર બેન કર્યું
- પર્સનલ ટેડા સાથે ચેંડા થયા હોવાના મામલે કાર્યવાહી
દિલ્હીઃ- કેન્દ્રની સરકાર ભારતના નાગરિકોની ગુપ્ત માહિતીને લઈને હંમેશાથી ગંભીર વલમ દાખવે છે, જનતાની માહિતીનો ગેર ઉપયોગ અથવા માહિતીને અન્ય સાથે શેર કરવા બાબતે કેન્દ્ર સતત અનેક એપ્લિકેશન પર એક્શન લેતી જોવા મળે છએ ત્યારે હવે માહિતી શેર કરવાને મામલે કેન્દ્ર VLC મીડિયા પ્લેયર પર કાર્વાહી કરતા તેના પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
જો કે VideoLAN, videolan.orgનું URL, જ્યાંથી VLC મીડિયા પ્લેયર સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય છે, તે દેશમાં ફેબ્રુઆરીમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 69(a) હેઠળ બ્લોક કરવામાં આવ્યું હતું. જો કે, VLC મીડિયા પ્લેયર સોફ્ટવેર ગૂગલ અને એપલના એપ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
જાણકારી પ્રમાણે લેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે VLC મીડિયા પ્લેયરની વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. એકત મીડિયા એહવાલ આમ કરવા પાછળનું કારણ આ સાઈટ મંત્રાલય દ્વારા પહેલાથી જ પ્રતિબંધિત એપના સર્વર સાથે વાતચીત કરી રહી છે, જે ભારતીયોના સંવેદનશીલ વ્યક્તિગત ડેટાને ‘દુશ્મન દેશમાં’ ટ્રાન્સફર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે VLC મીડિયા પ્લેયરનું સંચાલન કરતી બિન-લાભકારી સંસ્થા VideoLAN ની વેબસાઈટને બ્લોક કરવાની વિનંતી ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવી હતી.ત્યારે હવે કેન્દ્રએ આ મામલે નક્કર નિર્ણય લઈ લીધો છે.