Site icon Revoi.in

મણીપુરમાં હિંસાની તપાસ માટે કેન્દ્રએ સમિતિનું કર્યું ગઠન, 6 મહિનાની અંદર રિપોર્ટ જમા કરાવવાની સૂચના

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી મણીપુર રાજ્યની શાંતિ ભંગ થી હતી, અહી બે સમુદાયો વચ્ચે ચાલી રહેલું આંદોલન ઉગ્ર બન્યું પરિણામે 80થી વધુ લોકોના આ હિંસામાં મોત થયા તો અનેક લોકો ઘરથી બેઘર થયા જો કે હવે રાજ્યમાં હિંસાની તપાસ મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ આજરોજ કેન્દ્રએ  મણિપુરમાં તાજેતરની હિંસાની તપાસ માટે ગૌહાવટી હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અજય લાંબાના નેતૃત્વમાં તપાસ પંચની રચના કરી હતી. હિંસાની ઘટનાઓમાં 80થી વધુ લોકોના મોત થયા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, કમિશન મણિપુરમાં 3 મેના રોજ અને તે પછી વિવિધ સમુદાયના સભ્યોને નિશાન બનાવતી હિંસા અને તેના કારણોની તપાસ કરશે. કમિશન તે ઘટનાઓની ‘ચેન’ અને આવી હિંસા સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરશે.

આ સહીત કોઈપણ જવાબદાર અધિકારી/વ્યક્તિ તરફથી આ બાબતે ફરજમાં કોઈ ક્ષતિ કે બેદરકારી થઈ છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવશએ અને જો ખરેખર આમ થયું હશએ તો જે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે.

આ સહીત હિંસા અને રમખાણોને રોકવા અને તેનો સામનો કરવા માટે લેવામાં આવેલા વહીવટી પગલાંની પણ તપાસ કરશે. નોટિફિકેશન મુજબ, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કમિશનને કરવામાં આવેલી ફરિયાદો પર પણ ધ્યાન આપવામાં આવશે. આયોગ શક્ય તેટલી વહેલી તકે કેન્દ્ર સરકારને તેનો અહેવાલ સુપરત કરશે, પરંતુ તેની પ્રથમ બેઠકની તારીખથી છ મહિના પછી નહીં.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પંચ, જો તેને યોગ્ય લાગે તો, તે તારીખ પહેલા કેન્દ્ર સરકારને વચગાળાનો રિપોર્ટ સુપરત કરી શકે છે. સૂચના અનુસાર, કમિશનના અન્ય સભ્યોમાં નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારી હિમાંશુ શેખર દાસ અને નિવૃત્ત ભારતીય પોલીસ સેવા અધિકારી આલોક પ્રભાકરનો સમાવેશ થાય છે.

ગૃહ મંત્રાલયની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે 3 મેના રોજ મણિપુરમાં વ્યાપક હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે રાજ્યના ઘણા રહેવાસીઓએ જીવ ગુમાવ્યો હતો અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગની ઘટનામાં લોકોના મકાનો અને મિલકતોને નુકસાન થયું હતું અને ઘણા લોકો બેઘર બન્યા હતા.ત્યારે હવે આ કમિટિ દ્રારા આ અંગેની તમામ લગતી તપાસ હાથ ઘરવામાં આવશે અને 6 મહિનામાં તેનો રિપોર્ટ આપવામાં આવશે.