દિલ્હી:કેન્દ્રએ નવા ચૂંટાયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણને દિલ્હી પોલીસની ‘Z’ શ્રેણીની સશસ્ત્ર સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે.સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,સીડીએસને Z શ્રેણીની સુરક્ષા સાથે દિલ્હી પોલીસના જવાનોની સુરક્ષા કવચ મળશે. ગુપ્તચર એજન્સીના ઈનપુટ બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
અગાઉના દિવસે, દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે પ્રથમ વખત ત્રણેય સેનાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત થિયેટર કમાન્ડની રચના તરફ આગળ વધવા કહ્યું હતું.
નોંધનીય છે કે,જનરલ અનિલ ચૌહાણના નવા સીડીએસ તરીકે પદ સંભાળ્યા બાદ ફરી એકવાર ભારતીય સેનાના ત્રણ યુનિટને મર્જ કરીને થિયેટર કમાન્ડ બનાવવાના બહુપ્રતિક્ષિત પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.ગયા ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદ સેનાના આ મોડલના પ્રયાસોને આઘાત લાગ્યો હતો.