દિલ્હીઃ સરકારે કેટલીક જરુરી દવાઓના ભાવ નક્કી કર્યા છે ઉપરાંત આ દવાઓની કિંમતોમાં રાહત પણ મળી છે પ્રાપ્ત વિગત પ્રમાણે તણાવ, વાઈ, ડાયાબિટીસ અને હળવા માઈગ્રેનની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી કરવાનો કેન્દ્રએ નિર્ણય લીઘો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિયમનકારે બલ્ક દવાઓ અને ફોર્મ્યુલેશનમાં ફેરફારની પણ સૂચના આપી, બિન-શિડ્યુલ દવાઓ અને ફોર્મ્યુલેશનની કિંમતોનું નિરીક્ષણ કર્યું અને ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર ની જોગવાઈઓના અમલીકરણ પર નજર રાખી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે આ દવાઓને ભાવ નિયંત્રણના દાયરામાં લાવી રહી છે, જેના કારણે બજારમાં ઉપલબ્ધ આ દવાઓની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે . નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એ ડ્રગ્સઓર્ડર, 2013 હેઠળ 44 ફોર્મ્યુલેશનની છૂટક કિંમતો નક્કી કરી છે. 31મી જુલાઈએ મળેલી ઓથોરિટીની 115મી બેઠકમાં નિર્ણય લીધા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં મલ્ટીવિટામીન અને ડી3 સહિત સુગર, દુખાવા, તાવ, ઈન્ફેક્શન અને હૃદયરોગને લગતી દવાઓની મહત્તમ કિંમતો નક્કી કરવામાં આવી છે.NPPAએ પોતાના આદેશમાં કહ્યું છે કે કોઈપણ કંપની નિશ્ચિત કિંમત સિવાય માત્ર GST લઈ શકશે. આ સિવાય કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ જીએસટી વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે જ તેની ચૂકવણી કરી હશે. તમામ હિતધારકો, છૂટક વિક્રેતાઓ અને સ્ટોકિસ્ટોને 15 દિવસમાં ભાવમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે.