- કેન્દ્ર એ રાજ્યોને આપી વેક્સિનની બીજી ખેપ
- સતત બીજા દિવસે પણ 20 લાખથી વધુ ડોઝ આપ્યા
દિલ્હીઃ સમગ્ર દેશભમાં જે રીતે કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે તે રીતે સામે કોરોના વેક્સિનની આપવાની પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી રહી છે આ માટે કેન્દ્દર સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યું છે.જે અંતર્ગત સતત બીજા દિવસે, કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના રસીનું નવું કન્સાઇનમેન્ટ જારી કર્યું છે.
વિતેલા દિવસને મંગળવારના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે 20.94 લાખથી વધુ કોવિશિલ્ડ અને કોવાક્સિન ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે નવ લાખથી વધુ ડોઝની ખેપ જારી કરવામાં આવી હતી.
મંત્રાલયે કહ્યું કે આ ખેપને ફાર્મા કંપનીઓ સાથેના કરાર હેઠળ જાન્યુઆરીથી જુલાઇ મહિના માટે મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીના કરાર હેઠળ ખેપ હજુ મળવાની બાકી છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 47.42 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે.
જેમાંથી, 10.43 કરોડથી વધુ લોકોએ બંને ડોઝ લઈને રસીકરણ પૂર્ણ કર્યું છે. તેની સરખામણી દેશની કુલ વસ્તી સાથે કરવામાં આવે તો લગભગ આઠ ટકા લોકોને રસી આપવામાં આવી છે. મંત્રાલયે એમ પણ જણાવ્યું કે અત્યાર સુધીમાં 49.85 કરોડથી વધુ રસી રાજ્યોને મોકલવામાં આવી છે, જેમાંથી 47.52 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. 2.75 કરોડનો સ્ટોક હજુ પણ રાજ્યો પાસે ઉપલબ્ધ જોવા મળે છે.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગઈકાલે 20 લાખ 94 હજાર 890 ડોઝનું નવી ખેપ રાજ્યો તેમજ કેન્દ્ર સાશિત પ્રદેશોને આપવામાં આવી છે,બીજી બાજુ, કોવિન વેબસાઇટના ડેટાપ્રમાણે, છેલ્લા એક દિવસમાં દેશમાં રસીકરણમાં વધારો થયેલો પણ જોવા મળી રહ્યો છે