- કેન્દ્ર એ રાજ્યોને લખ્ય પત્ર
- કિશોનેને જલ્દીથી વેક્સિન આપવાની કહી વાત
- વેક્સિન મામાલે ખાસ નરજ રાખવાના આદેશ
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, દૈનિક કેસો છેલ્લા 2 દિવસથી ઓછા નોંધાઈ રહ્યા છે આ સ્થિતિ વચ્ચે રસીકરણની પ્રક્રિયા પણ જોરશોરમાં ચાલી રહી છે આ સાથે જ કિશોર અવસલ્થાના લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે.ઘણા લોકો એ વેક્સિનને પ્રથમ ડોઝ લઈ લીધો છે.
ત્યારે હવે રસીકરણ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બુધવારે તમામ રાજ્ય સરકારોને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે 15-18 વર્ષની કિશોરીઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ ઝડપથી લાગુ કરવા માટેની સૂચના આપી છે. રસીકરણને ઝડપી બનાવવા માટે દરરોજ સમીક્ષા કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા જારી કરાયેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 15 થી 18 વર્ષના જૂથ માટે વેક્સિન ‘કોવેક્સિન’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 28 દિવસનો અંતર છે. આ રીતે, 3 જાન્યુઆરીએ રસીનો પ્રથમ ડોઝ લેનારા કિશોરો 31 જાન્યુઆરીથી બીજો ડોઝ મેળવવા માટે ‘લાયક’ બની ગયા છે. કોરાના સામે ‘યુદ્ધ’ જીતવા માટે નિયત સમયપત્રકમાં રસીના બંને ડોઝ પૂરા કરવા પણ મહત્વપૂર્ણ છે.આ મામલે સમિક્ષા કરવામાં આવે