Site icon Revoi.in

કેન્દ્ર એ જારી કર્યા ‘વર્ક ફ્રોમ હોમ’ને નવા નિયમો- આજથી કર્મચારીઓ એ આવવું પડશે ઓફીસ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર વર્તાઈ રહીવછે જો કે હવે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે દૈનિક કેસો ઘટતા જઈ રહ્યા છે,ત્યારે કેન્દ્ર સરકારે પણ હવે વર્ક ફ્રોમ હોમને લઈને કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા નિયમો રજૂ કર્યા છે આ પ્રમાણે હવેથી ઓફિસોને તેની પૂરી ક્ષમતા સાથે  કાર્યરત કરવામાં આવશે.આ નિયમો આજે એટલે કે સોમવારથી લાગૂ પડશે.

આ સમગ્ર બાબત ને લઈને કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી જારી કરી હતી, તેમણે  કહ્યું કે સોમવારથી કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે કાર્યાલયમાં સંપૂર્ણ ક્ષમતાની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.

આ મામલે વિતેલા દિવસને રવિવારે નિયમો જદારી કરાય હતા,રવિવારે કહ્યું હતું કે કોરોના વાયરસના કેસોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને કોવિડના કેસોની સાથે સંક્રમણ દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ અંગે નિર્ણય લેવાયો હતો

આ પ્રમાણે આજે એટલે કે સોમવારથી દરેક કર્મચારીઓએ કોઈપણ છૂટછાટ વિના 7થી નિયમિત ધોરણે ઓફિસમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે,આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે વિભાગોના વડાઓએ સુનિશ્ચિત કરવું પડશે કે કર્મચારીઓ કોરોનાના નિયમોનું પાલન કરે છે કે નહી જેમાં ખાસ કરીને  ફેસ માસ્ક ,કોવિડ યોગ્ય વર્તન, સેનેટાઈઝરનો ઉપયોગ વગેરેનું પાલનનો સમાવેશ થાય છે.