Site icon Revoi.in

કેન્દ્રએ ખાદ્યતેલના સ્ટોક મર્યાદા પર પ્રતિબંધ દૂર કર્યો – ભાવને અંકુશમાં લાવવા લીધો નિર્ણય

Social Share

દિલ્હીઃ- કેન્દ્ર સરકાર એ આજે જથ્થાબંધ વિક્રેતાઓ અને મોટા પાયાના છૂટક વિક્રેતાઓ તેલીબિયાં અને ખાદ્યતેલોને વર્તમાન સ્ટોક લિમિટ ઓર્ડરમાંથી મુક્તિ આપતું નોટિફિકેશન જારી કર્યું છે. વિતેલા મહિના ઓક્ટોબરમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બજારોમાં ખાદ્યતેલોના વધતા ભાવને કારણે સ્ટોક લિમિટ ઓર્ડર લાદવામાં આવ્યો હતો જે હવે હટાવી લેવાયો છે.

કારણ કે હવે  ખાદ્ય તેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને જોતા કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે એક વર્ષ માટે લાદવામાં આવેલી ખાદ્યતેલની સ્ટોક લિમિટ દૂર કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીયૈ3ા આ નિર્ણય બાદ હવે ચેન અને હોલસેલરો તેમની જરૂરિયાત અને ઈચ્છા અનુસાર ખાદ્યતેલ અને તેલીબિયાંનો સંગ્રહ કરી શકશે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને તેલીબિયાંની ઘટતી કિંમતોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. હવે ખેડૂતો, દુકાનદારો અને ગ્રાહકોને તેનો ફાયદો થશે.

ઑક્ટોબર 2021માં કેન્દ્ર સરકારે તેલ અને તેલીબિયાંની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે તેની સંગ્રહ મર્યાદા નક્કી કરી હતી. આ પછી, મોટા છૂટક વિક્રેતાઓથી લઈને જથ્થાબંધ વેપારીઓ, તેઓ નિર્ધારિત જથ્થાથી વધુ ખાદ્ય તેલ અને તેલીબિયાંનો સંગ્રહ કરી શક્યા નહીં. ખાદ્યતેલની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ આદેશ પછી, તેલ અને તેલીબિયાંના વિક્રેતાઓ કેટલું સંગ્રહિત કરી શકશે.