Site icon Revoi.in

કેન્દ્ર ટૂંક સમયમાં ઈ-ફાર્મસી પર મૂકી શકે છે પ્રતિબંધ , દર્દીઓની ડેટા પ્રાઈવસી પર જોખમને લઈને લઈ શકે છે નિર્ણય

Social Share

કોરોના મહામારી બાદ ઈ ફાર્મસીનું ચલણ વધ્યું છે, ઓનલાઈન ડોક્ટર સાથે કન્સર્લ્ટ કરતા લોકોની સંખ્યા પણ વધુ છે, વર્કિંગ પીપલ્સ ક્યારેય ક્લિનિક જવાને બદલે ઓનલાઈન કન્સલર્ટ કરવાનું વધુ પસંદ કરે છે જો કે ત્યા સુધી વાત બરાબર છે પરંતુ ઓનલાઈન દવાઓના વેચાણ પર સરકારની નજર છે ,ઓનલાઈન દવાઓનું વેચણા નુકશાન કારાક સાબિત થઆય છે જે વ્યક્તિઓના ડેટા સાથે જોખમરુપ વર્તાઈ છે.જેને લઈને ઈ ફાર્મસી પર બેન લાવી શકાય છે.

કેન્દ્ર સરકારના મંત્રીઓના જૂથે પણ ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મૂકવા માટે તેને સમર્થન આપ્યું છે. ગયા મહિને આરોગ્ય મંત્રાલય દ્વારા દવાઓના ઓનલાઈન વેચાણમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 20 કંપનીઓને નોટિસ આપવામાં આવી હતી.ઈ-ફાર્મસીને નિયંત્રણમાં લાવવાની કવાયત ચાલી રહી છે. આ માટે એક નવા બિલ પર પણ ચર્ચા થઈ રહી છે, જ્યારે મિનિસ્ટર્સ ગ્રુપે ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મુકવાની વાત આગળ ધરી છે. જૂથ માને છે કે આ ડેટા ગોપનીયતા, ઓવર-ધ-કાઉન્ટર દવાઓનું વેચાણ અને મનસ્વી કિંમતો તરફ દોરી રહ્યું છે. આ ખૂબ જોખમી છે અને તેના કારણે રિટેલ માર્કેટ નબળું પડી રહ્યું છે. ઈ-ફાર્મસી દવાઓ સંબંધિત ડેટા એકત્રિત કરી શકે છે જે દર્દીની સુરક્ષા સાથે સંકળાયેલા જોખમને વધારશે. 

 આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ ગયા મહિને બજેટ સત્ર દરમિયાન, સરકારે માહિતી આપી હતી કે તે દવાઓના ઓનલાઈન વેચાણને વ્યાપકપણે નિયમન કરવા માટે કાયદામાં સુધારો કરવા વિચારી રહી છે. દવાઓના ઓનલાઈન વેચાણમાં કંપનીઓ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. નોટિસમાં આરોપ છે કે આ કંપનીઓ માન્ય લાયસન્સ વિના શેડ્યૂલ H, H1 અને X શ્રેણીની દવાઓ ગેરકાયદેસર રીતે વેચી રહી છે.જેને લઈને કેન્દ્ર આ બબાતે એક્શન લઈ શકે છે.