- કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક
- પોઝિટિવ કેસની થશે જીનોમ સિક્વન્સિંગ
- દિલ્હી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ
દિલ્હીઃ- વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાનો ખતરો મંડળાઈ રહ્યો છે ત્યારે ચીનની સ્થિતિ હાલ એવી છે કે અહી કોરોનાના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તાત્કાલિક બેઠક બોલાવામાં આવી હતી ,આ સાથએ જ હવે ભારત સરકાર પણ સતર્કતાના પગલા લઈ રહી છે.
આ પગલા રુપે હવે કોરોના પોઝિટિવ કેસોની જીનોમ સિક્વન્સિંગ ફરી શરૂ કરવામાં આવની છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ દિલ્હી સરકારની લોક નાયક અને ILBS હોસ્પિટલોમાં જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર રેન્ડમ ચેકિંગ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો, કોરોના પ્રભાવિત દેશોમાંથી આવતા લોકોની ફરજિયાત તપાસ કરવામાં આવશે. કોઈપણ પેસેન્જરમાં કોઈ લક્ષણો છે કે કેમ તે જોવામાં આવશે. જો કોઈમાં લક્ષણો જોવા મળશે તો તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.જો છેલ્લા કેટલાક દિવસોના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા અઠવાડિયામાં સંક્રમણને કારણે દેશભરમાં 12 મૃત્યુ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી મૃત્યુનો એક પણ કેસ નોંધાયો નથી. દેશમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે
જણાવવામાં આવ્યું છે કે પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ દરરોજ કરવામાં આવશે. આના પરથી જાણી શકાશે કે કોરોનાનું કોઈ નવું વેરિઅન્ટ ફૂલીફાલી નથી રહ્યું. નોંધપાત્ર રીતે, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ચીન અને અમેરિકામાં કોરોનાના નવા કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે કોરોનાના નહીવત કેસો નોઁધાઈ રહ્યા છએ પરંચતુ વિશ્વભરમાં કોરોનાના કહેરને લઈને ભારત કોઈ પણ પ્રકારની ભૂલ કરવા માંગતું નથી જેથી ચેતવણીના ભાગરુપે સરકાર સચર્ક બનીને આગળ વધી રહી છે.