કેન્દ્રનો તમામ રાજ્યને આદેશઃ- બ્લેક ફંગસને મહામારી કાનૂન હેઠળ સૂચિત કરીને તમામ કેસ રિપોર્ટ કરવામાં આવે
- કેન્દ્રનો તમામ રાજ્યોને આદેશ
- બ્લેક ફંગસને મહામારી કાનૂન હેઠળ સૂચિત કરવામાં આવે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી તરંગ તીવ્ર બની છે, કોરોના વાયરસના લધતા કેસની વચ્ચે બ્લેક ફંગસે માથું ઊચક્યું છે ત્યારે કેટલાક રાજ્યો તેને મહામારી ઘોષિત કરી ચૂક્યા છે, છેલ્લા ઘણા દિવસોથી દેશના અનેક રાજ્યોમાં કોરોના બાદ થનારા આ બ્લેક ફંગસના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે, સરકાર માટે આ ખૂબ મોટી ચિંતા સમાન જોવા મળી રહ્યું છે.
દેશમાં મ્યુકર માઈકોસિસ અટલે કે બ્લેક ફંગસનો પ્રકોપ દિવસને દિવસે વધતો જઈ રહ્યા છે,ત્યારે હવે સ્થિતિને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યની સરકારોને આદેશ આપતા કહ્યું છે કે, બ્લેક ફંગસને મહામારીના કાયદા હેઠળ નોટિફિએબલ સૂચિત કરવા મહત્વપૂર્ણ સૂચના આપી છે અને તમામ કેસ રિપોર્ટ્સ કરવા બાબાતે પણ નિર્દેશ આપ્યા છે.
અર્થાત હવે બધા પુષ્ટિ થયેલા અને શંકાસ્પદ કેસો આરોગ્ય મંત્રાલયને જાણ કરવામાં આવશે. કોરોનામાંથી સાજા થતાં દર્દીઓમાં બ્લેક ફંગસના કેસો જોવા મળી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે રાજ્યોને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, “તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ બ્લેક ફંગસના નિદાન અને સંચાલન માટેની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.”
ઉલ્લેખનીય છે કે એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસ 1500 કેસ નોંધાયા છે અને 90 લોકોએ જીવ ગુમાવ્યા છે રાજસ્થાન અને તેલંગાણાએબ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી છે. તમિલનાડુમાં પણ આ રોગના 9 કેસ રિપોર્ટ થયા છે.