Site icon Revoi.in

સંસદના ખાસ સત્ર દરમિયાન તમામ ઉચ્ચ અધિકારીઓ અને સચિવોએ દિલ્હીમાં ફરજિયા હાજર રહેવા કેન્દ્રનો આદેશ

Social Share

દિલ્હીઃ-  વિતેલા દિવસને ગુરુવારના રોજ કેન્દ્રની સરકારે સપ્ટેમ્બર મહિનામાં 5 દિવસીય ખઆસ સત્ર યોજવાની જાહેરાત કરી છએ ત્યારે હવે આ બાદ કેન્દ્રએ એક આદેશ પણ જારી કર્યો છે જે પ્રમાણે આ સમત્રના સમયગાળઆ દરમિયાન કોઈ પણ ઉચ્ચઅધિકારીઓને દિલ્હીની બહાર ન જવાની સુચના આપતા ફરજિયાત દિલ્હીમાં હાજર રહેવા જણાવાયું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્ર સરકારે સંસદના વિશેષ સત્ર માટે મોટી તૈયારીઓ કરી લીધી છે.સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના તમામ વિભાગોના ટોચના અધિકારીઓ, સચિવો, કેબિનેટ સચિવોને દિલ્હીમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ બાબતને લઈને કેન્દ્રની સરકાર  તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈપણ વિભાગના સચિવ વડાપ્રધાન કાર્યાલયની પરવાનગી વિના દિલ્હીની બહાર નહીં જાય. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી ‘સંસદનું વિશેષ સત્ર’ બોલાવ્યું છે, જેમાં પાંચ બેઠકો યોજાશે. બીજી તરફ હજી સુઘી સરકારે સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર કર્યો ન હતો.

સંસદના વિશેષ સત્ર દરમિયાન સરકાર ઈચ્છે છે કે કેન્દ્રના કોઈ મોટા અધિકારી કે સચિવ દિલ્હીની બહાર ન જાય. જો કે તેની પાછળનું કારણ સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી. સદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવ્યું છે. આ સત્ર રાષ્ટ્રીય રાજધાનીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટના થોડા દિવસો બાદ યોજાવા જઈ રહ્યું છે.