Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકોને દેશમાં પરત લાવવા સુનિશ્વિત પગલા લઈશું- કેન્દ્ર

Social Share

દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં હાલ અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે વિતેલા દિવસને  સોમવારના રોજ ભારતે કહ્યું કે તે અફઘાનિસ્તાનમાં તેના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા તમામ પગલાં લેશે.

આ મામલે વધુમાં ભારતે એમ પણ કહ્યું કે તે યુદ્ધગ્રસ્ત દેશ છોડવા ઈચ્છતા શીખ અને હિન્દુઓની મુલાકાત માટે સુવિધાઓ પણ પૂરી પાડશે. દરમિયાન, તાલિબાનોએ કાબુલનો કબજો સંભાળ્યા બાદ અફઘાનિસ્તાનનું ભવિષ્ય અસ્થિરતાથી ઘેરાયેલું છે અને કાબુલ એરપોર્ટ પરથી તમામ વ્યાપારી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યાના એક દિવસ પછી, ભારતના ઉચ્ચ સંરક્ષણ અધિકારીઓ, વિદેશ નીતિની સ્થાપના અને વરિષ્ઠ ગુપ્તચર અધિકારીઓએ અફઘાનમાંઝડપથી બગડતી પરિસ્થિતિની સોમવારના રોજ સમીક્ષા કરી. આ સમીક્ષા બેઠક સાથે સંકળાયેલા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની રાજધાની પર તાલિબાનોના કબજા બાદ ત્યાંની વણસતી સ્થિતિને  જોતા સરકારની પ્રાથમિકતા અફઘાનિસ્તાનમાં ફસાયેલા 200 જેટલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવાની છે. જેમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ મામલે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘અફઘાનિસ્તાનની સ્થિતિનું ઉચ્ચ સ્તરે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમના હિતોની ખાતરી કરવા માટે સરકાર તમામ પગલાં લેશે.

આ સ્થિતિ વચ્ચે , ભારતીય વાયુસેનાનું હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મોડી રાત્રે અફઘાનિસ્તાન માટે રવાના થયું હતું અને ઈરાની એરસ્પેસ મારફતે ત્યાં પહોંચ્યું હતું. તે વિમાન ઘણા ભારતીયો સાથે કાબુલથી ભારત પરત આવ્યું છે. ઘટનાની જાણકારી ધરાવતા લોકોએ આ માહિતી આપી હતી. જોકે આ ફ્લાઇટ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં હજી આવી નથી.