- આરોગ્ય મંત્રાલય નવી કોરોના રસી ખરીદશે નહીં
- સીકરણ બજેટમાંથી 4237 કરોડ રૂપિયા પરત કરાયા
દિલ્હીઃ- દેશભરમાં હવે કોરોનાના કેસોમાં મોટાભાગે ઘટાડો થઈ ચૂક્યો છે ત્યારે હવે મોટા ભાગના લોકોનું રસીકરણ પણ થઈ ચૂક્યું છે. જેને લઈને હવે કેન્દ્ર એ કોરોના વિરોધી રસીના ડોઝ ખરીદવાનું બંધ કરીને બચેલા તમામ ડોધ નાણામંત્રીને પરત કર્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોરોના વાયરસના ઘટતા કેસ અને રસી મેળવતા લોકોની અછતને જોતા કેન્દ્ર સરકાર હવેથી વધુ કોરોનાની રસી ન ખરીદવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રાલયે નાણા મંત્રાલયને રસીની ખરીદી માટે વર્ષ 2022-23માં રસીકરણ માટે ફાળવવામાં આવેલા બજેટના લગભગ 85 ટકા રૂપિયા એઠસે કે 4237 કરોડ પરત કર્યા છે.
કેન્દ્ર અને સરકારના સ્ટોરેજ હાઉસમાં હજુ પણ 18 મિલિયનથી વધુ રસીના ડોઝ હાજર છે, જે આગામી છ મહિના સુધી રસીકરણ અભિયાનમાં ઉપયોગમાં લેવાય તેટલા પ્રમાણમાં છે. ઉલ્લેખનીય છે કે કોરોના કેસોમાં વધારે ઘટાડો થવાને કારણે રસી લેનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
આ સાથે જ હવે જો સરકાર પાસે રસી સમાપ્ત થઈ જશે, તો તે હજી પણ બજારમાં આ રસીઓ ઉપલબ્ધ રહેશે. એક અધિકારીએ માહિતી આપી હતી કે , ‘સરકારી ચેનલ દ્વારા રસીની ખરીદી કરવી કે આ હેતુ માટે બજેટ ફાળવવું તે અંગે નિર્ણય છ મહિના પછી લેવામાં આવશે, પરંતુ તે તે સમયે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ પર નિર્ભર રહેશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયેલી રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશના ભાગરૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કોરોનાની રસી પૂરી પાડી રહી છે. આજે મળેલા ડેટા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ વેક્સીનનો ડોઝ 219.32 કરોડને પાર થઈ ચૂક્યા છે. દેશની પુખ્ત વસ્તીના 98 ટકા લોકોએ કોરોનાની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવ્યો છે, જ્યારે 92 ટકા વસ્તીએ બંને મેળવ્યા છે.