Site icon Revoi.in

કેન્દ્ર સરકાર નવા ‘લેબલ લો’માં કરી શકે છે સુધારો, ટૂંક સમયમાં થશે ઘોષણા – શ્રમ સચિવ

Social Share

દિલ્હીઃ- કેન્દ્રના શ્રમ સચિવ તરફથી મીડિયાને આપેલી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં કેન્દ્ર દ્રારા નવા નિયમો સાથે નવા લેબર કોડની ઘઓષણા કરવામાં આવી શકે છે, જેમાં ફેકટરીઓમાં અને કામકાજના સ્થળો પર મજૂરો અને કારીગરો તેમજ કર્મચારીઓને અઠવાડીયામાં ત્રણ દિવસ વેતન સહિતની રજાનો લાભ મળનાર છે. કેન્દ્ર સરકારે આ બાબતે જોગવાઈની કરી છે.બજેટમાં ઘોષણા પુ્રમાણે સરકાર આ બાબતે કાર્ય કરી રહી છે.

શ્રણ સચિવે આપેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર અઠવાડિયામાં ચાર દિવસ જ વર્ક ડે રાખવા ઈચ્છે છે અને ફોર ડે વર્ક પર વીકનો નિયમ લાગુ કરી શકે છે. આ સાથે જ 3 રજાનો વિકલ્પ પણ આપવાની સરકાર દ્રારા તૈયારીઓ કરાી રહી છે.

સરકારે જે લેબર કોડમાં નિયમોબનાવ્યા છે તેમાં મહત્વના વિકલ્પ રાખવામાં આવ્યા છે જેના પર કંપની અને કર્મચારી પારસ્પરિક સહમતીથી નિર્ણયો લઈ શકશે. નવા નિયમો અંતર્ગત સરકાર કામના કલાકોને વધારીને 12 કલાક સુધી કરવાનો નિયમ પણ લાવી રહી છે પરંતુ કામ કરવાના કલાકોની અઠવાડીયાની મર્યાદા 48 કલાકની કરી છે, જેથી કરીને ટોટલ પાંચ દિવસ વર્કના હોઈ શકે છે.

આ સમગ્ર મામલે શ્રમ સુધારામાં કેન્દ્ર સરકાર ઝડપથી આગળ કાર્ય ધપાવી રહી છે અને નવા નિયમો હવે અંતિમ તબકકામાં જોવા મળે છે. આ માટે સર્વસંમતીથી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ સમગ્ર નિયમો થોડા સમયમામ જ કેન્દ્ શ્રમ મંત્રાલય દ્રારા જારી કરવામાં આવશે.

સાહિન-