કેન્દ્ર સાયબર ક્રાઈમને અટકાવવા માટે સાયબર સેના બનાવશે- આ સિસ્ટમમાં દરેક નાગરિક જોડાઈ શકે છે
દિલ્હીઃ-સમગ્ર દેશમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે હવે સરકાર પણ આવા લોકો માટે સખ્ત વલણ અપનાવવાની તૈયારી કરી રહી છે, દેશની સરકાર હવે સોશિયલ મીડિયા પર દેશ વિરોધી સામગ્રી શેર કરનારા સામે ગૃહમંત્રાલય હેઠળ સાઈબર સેના તૈયાર કરી રહી છે જેનું નામ સાયબર વોલેન્ટિયર્સ રાખવામાં આવશે, આ સિસ્ટમમાં દેશનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ સરકારના સાયબર વોલેન્ટિયર્સમાં સામેલ થઈ શકશે અને સરકાર માટે પોતોના ફરજ બજાવી શકે છે.
આ સમગ્ર બાબતે cybercrime.gov.in પર માહિતી શેર કરવામાં આવી છે જે પ્રમાણે સોશ્યલ મીડિયા પર સખ્ત નજર રાખવા માટે સરકાર સાથે કોઈ પણ સામાન્ય નાગરિક પણ આ બાબતે કામ કરવા માટે જોડાઈ શકે છે. જો કોી પણ વ્યક્તિ સાયબર વોલેન્ટિયર્સ તરીકે કામ કરવાની ઈચ્છા રાખતો હોય તો આ માટે પાતોના નામની નોંધણી કરાવી શકે છે,
જ્યારે તમે સાયબર વોલેન્ટિયર્સ તરીક તમારા નામની નોંધણી કરાવો છો તો કોઈપણ હિંસક, આપત્તિજનક,મહિલા વિરોધી, ગેંગરેપ અને રાષ્ટ્ર વિરોધી જેવી સોશ્યલ મીડિયા પરની પોસ્ટને લઈને રિપોર્ટ નોંધાવી શકશો. આ પ્રોજેક્ટને ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર નામ આપવામાં આવ્યું છે.
આ અભિયાનની શરુઆત વિતેલા મહિનાથી જમ્મુ-કાશ્મીરમાંથી કરવામાં આવી છે. આ માટે પોલીસે એક પરિપત્ર ઈશ્યૂ કર્યો હતો.સાયબર વોલેન્ટિયર્સ ત્રણ શ્રેણીમાં છે, જેમાં સાયબર વોલેન્ટિયર્સ ગેરકાનૂની કન્ટેન્ટ ફ્લેગર, સાયબર પ્રમોટર અને સાયબર એક્સપર્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
અલગ અલગ કેટગરીમાં તમારું નામ નોંધાવી સાયબર વોલેન્ટિયર્સ બની શકો છો
આ પ્રમાણ તમે તમારી લાયકાત પ્રમાણે કોઈપણ કેટેગરીમાં તમારું નામ નોંધાવી શકો છે.પ્રથમ કેટેગરીમાં ગેરકાનૂની પોસ્ટ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, રેપ, ગેંગરેપ, આતંકવાદ, રાષ્ટ્ર વિરોધી કન્ટેન્ટ પર જનર રાખવાની ફરજ સામેલ છે. બીજી કેટેગરીમાં દેશના લોકોને સોશ્યલ મીડિયા અને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવાના હોય છે. ત્રીજી કેટેગરીમાં સાયબર ક્રાઈમ, વાયરસ, ક્રિપ્ટોગ્રાફી વગેરેમાં સરકારની એજન્સીને મદદ કરવાની રહેશે.
સાહિન-