- કોરોનાને લઈને કેન્દ્ર એ આપી ચેતવણી
- આવનારા 3 મહિના ખૂબજ મહત્વના
- દેશ ત્રીજી લહેર તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડેલી જોય શકાય છે, જો કે આ સાથે જ કેટલાક રાજ્યોમાં કોરોનાના દૈનિક કોસોમાં થોડો વધારો પણ જોવા મળી રહ્યો છે.કોરોનાની બીજી લહેર વચ્ચે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યો છે, ત્યારે વિતેલા દિવસને શુક્રવારના રોજ કોરોનાની ત્રીજી લહેરને લઈને કેન્દ્રએ ચેંતવણ આપી હતી.
દેશમાં ત્રીજી લહેરના જોખનમે જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે આવનારા દિવસોને લઇને લોકોને ચેતવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વિશ્વ હવે કોરોનાની ત્રીજી લહેર બાજુ આગળ વધતુ જોઈ શકાય છે. આવનારા 100 થી 125 દિવસ દેશ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે ,આટલા સમયગાળા દરમિયાન સતર્ક અને સાવધાન રહેવાની ખૂબજ જરુર વર્તાઈ રહી છે.
નિતી આયોગના સભ્ય ડો.વીકે પૌલે શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશની વસ્તીનો મોટો હિસ્સો હજી પણ કોરોના સંક્મણથી સંવેદનશીલ છે. તેથી ત્રીજી તરંગ વિશે વારંવાર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં કોરોના સંક્મણના કેસો વધી રહ્યા છે અને તે દરરોજ પાંચ લાખથી વધુ વધુ થયા છે.
તેમણે વધુમાં કહ્યું કે ડબ્લ્યુએચઓએ આ આંકડાઓના આધારે કહ્યું છે કે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે.જે ત્રીજી તરંગ આવવાના સંકેતો બતાવી રહી છે. તેમણે કહ્યું કે જો લોકો કોરોના અનુકુળ વર્તનનું પાલન કરશે અને તેમની જવાબદારી નિભાવશે, તો ત્રીજી તરંગ આવશે નહીં. અથવા તેની અસર ઓછી કરી શકાય છે. ડો,પોલે કહ્યું કે, આગામી 100-125 દિવસ આ સંદર્ભે નિર્ણાયક બનશે. એટલે કે, આગામી ચાર મહિના ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર રહેશે.