- તહેવારોને લઈને કેન્દ્રએ રાજ્યને એલર્ટ કર્યા
- કોરોનાને લઈને ગાઈડલાઈન જારી કરી
દિલ્હીઃ- દેશભરમાં દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે,ત્યારે કોરોનાને લઈને પણ સરકાર ચિતિંત છે,જેને કારણે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને આવનારા તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય તેની ખાતરી કરવા જણાવ્યું છે.આ સાથે જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કોવિડના કેસોમાં કોઈપણ વધારાને પહોંચી વળવા માટે ગયા મહિને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન થવું જરુરી છે.
સામૂહિક આયોજન પર રોક લગાવાની સૂચના
રાજ્યોને લખેલા પત્રમાં ભૂષણે કહ્યું, ‘પ્રતિબંધિત વિસ્તારો તરીકે ઓળખાતા વિસ્તારોમાં અને 5 ટકાથી વધુ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓમાં કોઈ સામૂહિક મેળાવડાને મંજૂરીઆપવામાં નહી આવે. આ ઉપરાંત, તહેવારો દરમિયાન સાવચેતી રાખવા માટે સંબંધિત રાજ્ય સરકારો દ્વારા જરૂરી સૂચનાઓ અગાઉથી જ જારી કરવી જોઈએ. આ સાથે, સરકારોએ કોરોના સંબંધિત યોગ્ય વર્તનના ઉલ્લંઘનના કિસ્સામાં દંડનીય કાર્યવાહી માટે પણ કડક પગલાં લેવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ ઑનલાઇન મેળાવડા, ઑનલાઇન ખરીદી અને બિનજરૂરી મુસાફરીને ટાળવા માટે વિવિધ પદ્ધતિઓનું અન્વેષણ કરવા અને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.
આ સમગ્ર કોરોનાની સાવચેતીને લઈને કેન્દ્રએ કહ્યું કે તે મહત્વનું છે કે જિલ્લા આરોગ્ય અધિકારીઓ સ્થાનિક કેસોની સંખ્યા પર નજીકથી નજર રાખે અને આરોગ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી સલાહના આધારે સમયસર અને જલ્દીથી સખ્ત રહીને કામગીરી કરે