ઓનલાઈન શોપિંગ કરવા પર ફેક રિવ્યુ મામલે કેન્દ્રનું કડક વલણ – આમ કરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
- ઓનલાઈન શોપિંગ કે રસ્ટોરન્ટના ફૂડ પર ફેક રિવ્યૂ મામલે કેન્દ્ર સખ્ત
- 25 તારીખથી નવા દિશા નિર્દેશ લાગૂ
- પૈસા આપીને કરાવેલા રિવ્યૂ પર થશે કાર્યવાહી
દિલ્હીઃ- દેશભરમાં ઓનલાઈન શોપિંગનું ચલણ વધી રહ્યું સાથે જ રેસ્ટોરન્ટમાં જમવાથી લઈને પ્રવાસ દરમિયાન હોટેલમાં રોકાવાનું પણ ચલણ વધ્યું છે. ઓનલાઈન શોપિંગની વાત હોય કે ભોજનની વાત હોય કે પછી હોટેલમાં રહેવાની કે જમવાની વાત હોય તેના રિવ્યૂ પહેલા લોકો વાંચે છે ત્યાર બાદ જ પોતાની પસંદ તેના પર ઉતારતા હોય છે.
જો કે ઘણી વખત જે તે કંપની પોતાના માણસો થકી જ સારા સારા રિવ્યૂ અપાવે છે એટલે કે આ રિવ્યૂ પૈસા આપીને પણ લખાવામાં આવે છે અથવા તો કેટલીક કંપનીઓને હાયર કરીને સારા રિવ્યૂ લખવામાં આવતા હોય છે જ જેને ફેક રિવ્યૂ કહી શકાય જો કે હવે સરકાર આ મામલે નવા દિશો નર્દેશ જારી કરવા જઈ રહી છે એટલે આમ ખોટા રિવ્યૂ આપતી કંપનીઓ સામે કાર્યવાહી થી શકે છે.
કોના પર લાગૂ થશે આ નવું માળખું જાણો
આ માળખું ઈ-કોમર્સ કંપનીઓ, સોશિયલ મીડિયા કંપનીઓ, રેસ્ટોરન્ટ, હોટેસ અને તમામ પ્લેટફોર્મ પર લાગુ થશે જે કોઈને કોઈ સ્વરૂપે સમીક્ષાઓ પ્રકાશિત કરી રહ્યાં છે.આમાં કોઈપણ સેવાઓ અથવા ઉત્પાદનોના સપ્લાયર, તેમની સાથે કરાર કરાયેલ તૃતીય પક્ષો અથવા સ્વતંત્ર તૃતીય પક્ષોનો સમાવેશ થાય છે.
શું છે ફેક રિવ્યૂ મામલે સરકારનું નવું માળખું
કેન્દ્રીય ગ્રાહક બાબતોનું મંત્રાલય 25 નવેમ્બરથી આ માટે એક નવું માળખું લાગુ કરવા જઈ રહ્યું છે. નવી માર્ગદર્શિકા હેઠળ, જે વેબસાઇટ્સ રિવ્યૂમાં ભૂલો કરવાનું ચાલુ રાખે છે તે અયોગ્ય વ્યવસાય પ્રથાઓમાં સામેલ ગણાશે. ઉપભોક્તા પંચ તેમની સામે દંડાત્મક પગલાં લઈ શકે છે. તે જ સમયે, તે સમીક્ષાઓ જે તૃતીય પક્ષો દ્વારા લખવામાં આવી છે અથવા ખરીદવામાં આવી છે તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ફેક રિવ્યૂ પર અકુંશ લાવવા સરકારનું મહત્વનું પગલું
ફેર રિવ્યૂ મામલે સરકાર આને મહત્વનું પ્રથમ પગલું માની રકહી છે.આથી તેના પર અંકુશ લગાવી શકાય ,આ માળખું મંત્રાલયે તેને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સાથે મળીને તૈયાર કર્યું છે. મંત્રાલયનું માનવું છે કે નવા ફ્રેમવર્કથી કેટલીક કંપનીઓને નુકસાન થઈ શકે છે, પરંતુ ગ્રાહકોને ફાયદો થશે.પ્રાપ્ત વિગત પ્રમાણે ઈ-કોમર્સ વેબસાઈટ હવે વધુ વેચાણ માટે કોઈ પ્રોડક્ટ કે સર્વિસ માટે પૈસા ચૂકવીને રિવ્યુ લખશે, તો તેમણે જણાવવું રહેશે કે ‘પેઈડ રિવ્યુ’ છે.