ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે. કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓ ગાંધીનગર આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના આયોજન અને સંચાલન માટે માર્ગદર્શન આપવા માટે આગામી તા.22 ને શુક્રવા૨થી બે દિવસ ગાંધીનગ૨ના મહાત્મામંદિ૨ ખાતે રાજયભ૨ના જિલ્લા કલેકટ૨નો ખાસ તાલીમ વર્ગ યોજાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કદાચ ચૂંટણી તેના નિર્ધારિત સમય કરતા વહેલા પણ જાહેર કરી દેવામાં આવે તેવી પણ શક્યતા છે. વડાપ્રધાન સહિત રાષ્ટ્રીય નેતાઓ પણ ચૂંટણીને લક્ષમાં રાખીને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન કેન્દ્રિય ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાર સુધારણા યાદીને પણ આખરી ઓપ અપાય રહ્યો છે. અગાઉ પણ ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેક્ટરોને વિડિયો કોન્ફરન્સથી માર્ગદર્શન અપાયું હતું. હવે કલેક્ટરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુક્રવારથી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકમાં કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજયના જિલ્લા કલેકટરો તેમજ ગુજરાત સ્ટેટ કેડ૨ના અધિકારીઓને મતદા૨ યાદી સુધા૨ણા ઝુંબેશ ફોર્મનો નવા ફોર્મેટ અંગે માર્ગદર્શન આપશે. તેમજ વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષ્યમાં 182 બેઠકો માટે રિઝર્વ અને ઉપયોગમાં લેવાનારા 70 હજા૨થી વધુ ઈ.વી.એમ઼ નું ફસ્ટ લેવલ ચેકીંગ થશે આ ઉપરાંત વી.વી.પેટ ઓપરેટિંગ સીસ્ટમ અને ઈ.વી.એમ.ની ફસ્ટ લેવલ અંગેની પણ તાલીમ આપવામાં આવશે.