1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્ર સરકારને પણ મોંઘવારી નડીઃ વિવિધ મંત્રાલયોના વધારાના ખર્ચ પર કાપ મુકવાની વિચારણા
કેન્દ્ર સરકારને પણ મોંઘવારી નડીઃ વિવિધ મંત્રાલયોના વધારાના ખર્ચ પર કાપ મુકવાની વિચારણા

કેન્દ્ર સરકારને પણ મોંઘવારી નડીઃ વિવિધ મંત્રાલયોના વધારાના ખર્ચ પર કાપ મુકવાની વિચારણા

0
Social Share

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય મહિનાઓથી મોંઘવારીની અસરથી સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. મોંઘવારીએ દરેક ઘરનું બજેટ બગાડ્યું છે. પરંતુ એવું નથી કે સામાન્ય માણસ મોંઘવારીના મારનો સામનો કરી રહ્યો છે. મોંઘવારી સરકારને પણ પરેશાન કરી રહી છે. આ જ કારણ છે કે, બજેટ ખોરવાઈ ન જાય તે માટે સરકારે પણ પોતાના ખર્ચ પર કાપ મુકવાનું ગંભીરતાથી વિચારી રહી છે.

નાણા મંત્રાલય ટૂંક સમયમાં તમામ મંત્રાલયો અને વિભાગોને સૂચન કરશે કે, વધેલા ખર્ચ માટે કોઈ વધારાના ભંડોળની અપેક્ષા ન રાખો. નાણા મંત્રાલય તમામ મંત્રાલયોને કહેશે કે ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે તેમને ફાળવવામાં આવેલા બજેટ સિવાય આ નાણાકીય વર્ષમાં તેમને કોઈ રકમ આપવામાં આવશે નહીં.

રાજકોષીય ખાધને નિયંત્રિત કરવી એ સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે. જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો RBI દ્વારા મોંઘવારી પર લગામ લગાવવા માટે લેવામાં આવેલા પગલાને આંચકો લાગી શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરી શકે છે.

જોકે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે 2022-23ના બજેટમાં ફાળવવામાં આવેલા 7.5 લાખ કરોડ રૂપિયાના બજેટમાં કોઈ કાપ મૂકવાનું કોઈ અયોજન નથી. ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના 6.4 ટકા એટલે કે રૂ. 16.6 લાખ રહેવાનો અંદાજ છે.

તાજેતરના સમયમાં, સરકારે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા પગલાં લીધા છે, જેના કારણે સરકારી તિજોરી પર અસર પડી છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે 21 મે 2022ના રોજ પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. તેથી ખાદ્ય અને ખાતર સબસિડી માટે વધુ નાણાંની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ઉજાવલા યોજના (PM ઉજાવલા યોજના) હેઠળ લોકોને ફરીથી LPG સિલિન્ડર પર સબસિડી આપવામાં આવી રહી છે. આ પગલાંને કારણે સરકારની આવકને અસર થઈ છે. જો કે, તેની ભરપાઈ કરવા માટે, સરકારે પેટ્રોલિયમ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો, જેનાથી 1 લાખ કરોડ રૂપિયા આવવાની અપેક્ષા હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code