કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ,કહ્યું- છત્તીસગઢ સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ
- કેન્દ્રએ મહાદેવ સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ મૂક્યો
- કહ્યું- છત્તીસગઢ સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ
દિલ્હી: કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આગેવાની હેઠળ ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ સિન્ડિકેટ સામે ચાલી રહેલી તપાસ વચ્ચે IT મંત્રાલયે આ એપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે.EDની ભલામણોને અનુસરીને માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 69A હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો છે
આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભૂપેશ બઘેલ સરકાર દ્વારા સટ્ટાબાજીની એપ દ્વારા થતી ગેરકાયદેસર ગતિવિધિઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.તેમણે કહ્યું કે છત્તીસગઢ સરકારને કલમ 69A આઈટી એક્ટ હેઠળ વેબસાઈટ/એપ બંધ કરવાની ભલામણ કરવાનો અધિકાર છે.પરંતુ તેઓએ તેમ કર્યું ન હતું અને છેલ્લા 1.5 વર્ષથી તપાસ કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે અમને ED તરફથી પ્રથમ અને એકમાત્ર વિનંતી મળી છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે છત્તીસગઢ સરકારને અગાઉ પણ આવી જ વિનંતીઓ કરતા કોઈ રોકી રહ્યું ન હતું.
મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ મામલો ચર્ચામાં આવ્યો જ્યારે ED એ ‘કેશ કુરિયર’નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો,જેમાં ખુલાસો થયો છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે 508 કરોડ રૂપિયા લીધા હતા.