કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલી 7 યોજનાઓને મંજુરી મળી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, ખેડૂતોની જીંદગીમાં સુધાર અને તેમની આવકમાં વધારો થાય તે માટે કબિનેટમાં 7 મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા ડીજીટલ એગ્રીકલ્ચર મિશન છે. જે કૃષિ માટે જિડીટલ પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ટરને તૈયાર કરવા માટે છે. 2817 કરોડના રોકાણ સાથે ડિજીટલ એગ્રીકલ્ચર મિશન તૈયાર થશે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળએ ખાદ્ય, પોષણ અને ફસલ વિજ્ઞાન માટે રૂ. 3979 કરોડ રૂપિયાની યોજનાને મંજુરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 2817 કરોડના ડીજીટલ કૃષિ મિશનને મંજુરી આપવામાં આવી છે. કૃષિ શિક્ષા અને પ્રબંધનને વધારે મજબુત કરવા માટે રૂ. 2292 કરોડની જોગવાઈવાળા કાર્યક્રમને મંજુરી અપાઈ છે. સરકારે ટકાઉ પશુધન સ્વસ્થાય માટે 1702 કરોડ રૂપિયાની યોજનાને મંજુરી આપી છે. બાગવાનીના વિકાસ માટે રૂ. 860 કરોડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે 1202 કરોડની જોગવાઈની મંજુરી આપી છે. સરકારે ગુજરાતમાં દરરોજ 63 મિલિયન ચિપ્સ બનાવવા માટે સંયંત્રની સ્થાપના માટે કાયન્સને રૂ. 3307 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજુરી આપી છે.